________________
(૧૧૨) प्रज्ञाप्रकर्षः प्राग्वाटे इति सत्यं व्यधायि यः येषां हस्तात् सिद्धिः संताने शिष्यशिष्यादौ ॥१३॥ अष्टलक्षानर्थानेकपदे प्राप्य ये तु निर्ग्रन्धाः संसार सकल सुभगाः विशेषतः सर्वराजानां ॥१४॥ તેષાં શિષ્યો મુક્યો વલી રૂદ નિં નાના .....
આ પરથી જણાય છે કે સમયસુન્દર મૂળ પ્રાગ્વાટરવાડ વણિક હતા, અને તેને આપેલાં વિશેષણ–વચનકલા નિષ્ણાત (વક્તા-વ્યાખ્યાતા) કવિ કલાનિષ્ણાત (કવિ), તર્ક, વ્યાકૃતિ-વ્યાકરણ, સાહિત્ય, જતિષશાસ્ત્રોના જ્ઞાતા તથા સમયતત્વવિદુ-ફિલસુફ તેને સર્વ પ્રથે પરથી કહી શકાય કે સાર્થકજ છે.
સ. ૧૬૭૭ના જ્યેષ્ઠ વદિ ૫ ગુરો-જિનરાજસૂરિએ મેડતામાં પ્રતિષ્ઠા કરી તે વખતે સમયરાજ૩૦, વા હંસપ્રદ, વાત્ર સમયસુન્દર, વા, પુણ્યપ્રધાનાદિ સાધુઓ હાજર હતા. જુઓ તેને શિલાલેખલેખાંક ૪૪૩. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ જે. મુનિ જિનવિજયછ સંપાદિત.
સમયસુંદર કવિનો જન્મ સારમાં થયો હતો એ વાત તેમણે પિોતેજ સીતારામ ચોપાઈને છઠા ખંડની ઢાલ ત્રીજીમાં જણાવી છે – “મુજ જનમશ્રી સારમાંહિ, તિહાં ચાર માસ રહ્યાં ઉછાંહિ, તિહાં ઢાલ એ કીધી એકેજ, કહે સમયસુંદર ધરી (જ.”
આ પરથી જણાય છે કે તે એપાઈને અમુક ભાગ સાચારમાં ચાતુર્માસ રહી કર્યો છે ને તેને છેવટનો ભાગ મેડતામાં રહી કર્યો છે.
સોનેરથી મુનિશ્રી ચતુરવિજયજીએ પિતાના સં. ૧૯૮૧ ના ભા૦ સુ૦ ૮ ના પત્રથી ઉપરની કડીપર મારું ધ્યાન ખેંચી એક અગત્યની હકીક્ત પૂરી પાડી છે તે માટે તેમને હું ઉપકાર માનું છું. તા. ૩૦-૮-૧૯૨૫.
મે દ. દેશાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org