________________
( ૧૦૫ )
ચકર્યો હતો તે કારણે દફતરો, અદાલત વગેરેમાં મુસલમાની ભાષાને પ્રવેશ થઈ ચુક હતા. ગૂજરાતવાસી લોકેાની મૂળ ભાષા ગૂજરાતી હોવા છતાં પણ રાજ્યના વ્યવહાર માટે ઉર્દૂ ભાષા ભણવી કે બોલવી પડતી; આથી ઊર્દૂ-ફારસો અરબી શબ્દ કાળે કરીને આ સત્તરમાં સૈિકામાં ઘર કરી ગયા -થયા. વિશેષમાં વિક્રમ ચાદમા શતકમાં ઈરાનથી ભાગી આવી પારસીઓ ગૂજરાતમાં વસ્યા હતા, મુસલમાને ઊપરાંત પોર્ટુગીઝે અને તેમના હરીફ તુર્કો સોળમા શતકમાં આવી પહોંચ્યા હતા. આ કવિના સમયમાં એટલે સત્તરમા સૈકામાં અંગ્રેજોએ પણ આવી પિતાની કઠોએ સુરત વગેરે સ્થળે નાંખવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આ વિદેશીઓની સાથેના સંબંધ વ્યવહારથી ભાષાપર નવી અસર થઈ. આ કાળ અને સંજોગવશાત ઘુસેલા શબ્દોનું ભાષામાં ભરણું થયું તેથી તે ભડળને ભાષાની વૃદ્ધિ સમજી આદર આપવો ઘટે. આથી ભાષાનું સાદર્ય ખંડિત થયેલું માનવું યોગ્ય નથી. કોમળ અને કઠિન બને જાતના શબ્દો આવશ્યક છે. મરદાનગી બતાવવામાં લલિત કેમલતાનો પ્રયોગ ન ઘટે.
કવિના નલદમયંતી રાસમાંથી બે ચાર કડી જોઈએ –ખંડ ૬ ઢાલ ૨. નલરાય તખત બસારી કરી રે, વરતાવઈ આપણું આણુ દાણું રે, ખેલક કાઈ આગઈ ખડી રે, આગઈ છુષ્યો સબલ દીવાણ રે. દેસ વસ સગલો કી૩ રે, કઈ સાધી ભરતનિ ખંડ રે, ભૂપતિ સલામે લઈ ભેદણાં રે, નલને તપ તેજ પ્રચંડ રે.
આ કવિને જૂની શાસ્ત્રીયકથાઓનાં આખ્યાનનો ઉપયોગ કરી પોતાની ભાષામાં ગૂર્જર ભાષામાં આખ્યાનેને બાગ ખીલાવ્યો છે. તેમાં પોતે પ્રાચીન આખ્યાનોમાં તદ્રુપ બની તેને પોતાના હૃદયની અંદર પ્રવેશ કરાવી તેમાંથી તેઓનાં પાત્રોને પિતાના સમયનાં પાત્ર જેવાં ક૯પી જે કવચિત્ કવચિત મૂકયાં છે તે એનું દૂષણ નથી પણ ભૂષણ છે. આ રીતે પ્રાચીનમાંનું ગ્રહણ કરી તેનું રૂપાન્તર કરી પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org