________________
(૭૨) ખાતાં અન્ન ખૂટી ગયા, કીજઈ કુણ પ્રકાર, ભુખ સગી નહી કેહની, પેટ કરઈ પોકાર. સગપણ કોઈ ગિશુઈ નહીં, મિત્રાઈ ગઈ ભૂલ, કેક દાવિ માંગઈ કરે, તઉ માથઈ ચઈ સલ. પ્રાણ મૂકિ વડ માણસે, માંગવા માંડી ભીખ, તે પણિ કે આપઈ નહી, દુખીએ લીધી દીખ. કે બઇયર મૂકી ગયા, કે મૂકી ગયા બાલ, કે માબાપ મૂકી ગયા, કુણું પડઈ જ જાલ. બાપે બેટા વેચીયા, માંટી વેચી બયર, બયરે માટી મૂકીયા, અન્ન ન ઘઇ એ બયર પરદેશ ગયા પાધરા, સાંભળ્ય૩ જેથિ સુગાલ, માણસ સંબલ વિણુ મૂઆ, મારગમાંહિ વિચાલ. ગઉખે બઠે ગેરડી, વીંઝણે ટેલતિ વાય, પેટનઈ કાજિ પદમિની, યાચઈ પરઘરિ જાઈ. ભોજન અમૃત જમતા, ખાતા દ્વાખ અડ, કાંટી ખાઈ કોરડી, કે ખેજડનાં છોડ. જાતીયાં દેખી જમતા, ઊભા રહતા આહિ, તે તરે ભાવ તિહાં રહ્યા, જિમતા જઈ કમાંડ, દેવ ન પૂજઈ દેહરઈ, પડિકમઈ નહીં પિસાવા, સિથિલ થયા શ્રાવક સહુ જતી પડ્યા જ જાલ. રડવડતા ગલિએ મુઆ, મડા પડયા ઠામ ઠામ, ગલોમાંહિ થઈ ગંદગી, ઘઈ કુણ નાંખણ દામ. સંવત સોલ સત્યાસિયઇ, તે દીઠઈ એ દીઠ હિવ પરમેશ્વર એહનઈ, અલગઉ કરે અદીઠ. હાહાકાર સબલઉં હુઅ, દીસઈ ન કે દાતાર, તિણ વેલા ઊઠયઉ તિહાં, કરિવા વલી ઉદ્ધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org