________________
સ્થિતિમાંથી સંપૂર્ણ રીતે કવિ મુક્ત થઈ શક્તો નથી. પ્રચલિત કથાઓ કે શાસ્ત્ર-પુરાણની દંતકથાઓને સ્વભાષામાં, કવિતામાં, અવતારતીવેળા આખ્યાનક કવિઓથી સ્વસમયની સ્થિતિ કદિ વીસરાતી નથી. આખ્યાનેને હેતુ રસ અને બોધ આપવાનો છે અને તેથી મનુષ્યઆત્માની સ્વાભાવિક પ્રેરણ–(ideal)ને વ્યાપકરીતે અંત સુધી અખંડપણે આપવામાં ભાવનામય–આદર્શમય કવિઓ ચીવટથી વળગી રહે તેવું આખ્યામાં સ્વાભાવિક રીતે હેતું નથી. આટલું છતાં આખ્યાનમાં માત્ર હકીકતો કહી જવી એટલું જ કાર્ય કવિનું નથી. તેમાં તેને પ્રેરણામ ભાવના સાથે વસ્તુસ્થિતિના ચિત્રકાર(realist) થવું પડે છે. રાસાએ એ મુખ્યપણે આખ્યાનો છે-કથાવણને છે. તેના રચનાસમયનાં આચાર, વ્યવહાર અને રહેણુ-કહેણીની વાતે તેમાં પ્રવેશ પામે છે તેથી તે સમયનું થોડું ઘણું સામાજિક જ્ઞાન પણ થાય છે.
આ કવિએ દુમુખરાજા (પછીથી પ્રત્યેક બુદ્ધ) ની પટરાણ ગુણ મલાને સાત પુત્ર થયા છતાં પુત્રીની ઈચ્છા થઈ તે હકીક્ત લઈને કેટલીક સ્ત્રીઓ સામાન્ય રીતે અતૃપ્ત હોય છે તેના પર એક ઢાળ તેને પ્રબંધમાં રચી અને ખાસ કરી છેવટે ગુજરાતી સ્ત્રીઓને માટે તે હકીકત લાગુ પડે છે એવું જણાવી કવિ અંતે ટાણે મારે છે કે પિતાનું કહેવું સાચું છે કે નહિ તે જાણવું હોય તો ગૂજરાતી લેક પૂછજ્યારે, તે કહેશે તતકાલ !' તે ઢાલ નીચે પ્રમાણે છે – અતૃપ્ત સ્ત્રી આ કામિની તૃપ્તિ ન પામે કેમ, રઢ લીધી મૂકે નહી રે, પગ પગે નવનવા પ્રેમ –-આ કામિની, જનમથી માયા કેવી રે, શીખે ઘરનું સૂત્ર, દુલડી રમતી કહેરે, એ મુજ પતિ એ પુત્રરે – દેહ સમારે દિન પ્રત્યે રે, શીખી નાણુ વિજ્ઞાણ, અણખ અદેખાઈ કરે રે, ગાયે ગીત મેં (ત્રિયનાં ) ગાન –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org