________________
(૫૭)
(ગજવર્ણન) શીશ સિંદૂરીયા પ્રબલ મદ પૂરીયા, ભમર ગુંજાર ભીષણ કપિલા, સુંઢ ઉલાલતા શગુલ ગાલતા, હાથીયા કરત હાલા કલા–૨ ચડોત્ર ઘંટ બાજે ગલે રહે એકઠા મલે, મેહ-કાલી ઘટા જાણે દીસે, ઢળકતી ઢાલને શીશ ચામર ઢલે. મત્ત માતંગ રહે ભર્યા રીસેં-૩ ચો. હાલતા ચાલતા જાણે કરી પર્વતા, ગુહર ગુંજાર ગંભીર કરતા, ચંડપ્રદ્યોત રાજા તણું કટકમેં, હસ્તી લાખ દેય મદવારિ ઝરતા-૪ ચો.
(અશ્વવર્ણન) દેશ કાશ્મીર કાજ કાબુલ તણ, ખેત્ર ખુરસાણ સુધા બુખારા,
અવલ ઉત્તર પવન પાણીપથા વલી, ભલ ભલા કચ્છી તેજી તુખારા–૫ ચ૦ નીલડા પીલડા સબલ કબજડા, રાતડા રંગ વિલા કિહાડા, કિરડીયા કાલૂઆ ધસરા દૂસરા, હાંસિલા વાંસલા ભાગ જાડા-૬ ચ૦ પવન વેગ પાંખ ફેજ આગળ ધર્યા, ચાલતા જાણે ચિત્રામાં લેખ્યા, એહવા અશ્વ ઉજેણે રાજા તણે, કટકમેં લાખ પંચાસ સંખ્યા-૭ ચ૦
(પાયક વર્ણન) શિર ધરે આંકડા બાંહે પેહેરી કડાં, ભાજની પરતના બોલવાલા, એકથી એકડા કટક આગલ ખડા, શુરવીર વાંઠા સુભટ પાલા-૮ ચ૦ સબલ કાંધાલ મૂછાલ જિન સાજિયા, લોહમય ટોપ ટેપ ધારા, પંચ હથિયાર હાથે ને બાથ ભીડ, ભીમ સમ વડ ભલા પાલિ હારા–૯ ચ૦ તીર તરકસ ધરા અભંગ ભટ આકરા, સહસ જોધાર સંગ્રામ શરા, ચંપ્રદ્યોત રાજાણે એહવા, સાત કેડિ સાથ પાયક પૂરા–૧૦ ચ૦
(રથ વર્ણન) નિજ નિજ નામ નેજા ધજા ફરહરે, ઘર હરે ઘેર નીશાણ વાજા, જરહ જેશાણ કીયા લાખાબે રથ શીયા, સાથમેં ચંડપ્રદ્યોત રાજા–૧૧ ૨૦ ચાલીયા કટક જાણે ચક્રવર્તિકા, ઈસરી ધલ ઉડે ગગન લાગી, સમુદ્રજલ ઉછત્યાં સેષ પણ સલસલ્યા, ગુહર ગોપીનાથકી નિદભાગી-૨ ચ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org