________________
(૫૫) પુરાણમાંનીક થાનું વસ્તુ લઈ તે પર પોતાના કવિત્વનો ઓપ આપનારની અને તેના સમયને “ કવિત્વ” ના કાળની ઉપમા અપાય તો તેની પહેલાંના જૈન કવિ, નયસુંદર, આ કવિ, ક્ષભદાસ વગેરેને “ભાષાંતર કાળ’ માં ઉદ્દભવેલા નહિ કહી શકાશે. કારણકે તેઓએ માત્ર ભાષાંતર નથી કર્યું પણ મૂળ વસ્તુ પર પિતાનાં “કવિ કેળવણી” થી ચણેલા સુંદર રોગાનો–રંગવાળાં ચણતર કરી તેમાં “ કવિત્વ' દાખવ્યું છે–એ બધા છુટથી અને છટાથી ભાષાદ્વારા મનેભાવ દાખવવામાં સફલ અને વિજયી થયા છે. દેશી દેશી
સામાન્ય જનસમૂહમાં વાર્તા સાંભળવાનો અત્યંત રસ હોય છે અને તેવા વાર્તાને રસીઆઓને- ભાવવાહો લોકભોગ્ય ભાષામાં એક ધારે વહેતી જૂદી જૂદી ઢાળે દેશી રાગણીઓમાં પિતાની ત્પન્ન શક્તિથી કાવ્યમાં મૂકી આ કવિએ કથાનકો પૂરાં પાડ્યાં છે.
એવું કહેવામાં આવે છે કે ગૂજર સાહિત્યમાં કવિ પ્રેમાનન્દ ગૂર્જર ભૂમિનાં જ “વૃત્તસંતાન –ગૂજરાતી રાગે જેવા કે મારૂ. રામેરી, રામગ્રી આદિ દેશી રાગોનો બહુ છૂટથી ઉપયોગ કર્યો છે; પરંતુ અત્રે મને કહેવા દ્યો કે તેમના પૂરગામી આ સમયસુન્દરે તેમની પહેલાં જ દેશી રાગોને અતિ વિસ્તૃત પ્રમાણમાં પોતાની સર્વ કૃતિઓમાં વાપર્યા છે, એટલું જ નહિ, પણ સમયસુંદરના સમકાલીન, અને તેમના સત્તરમા સૈકામાં જ થયેલ સર્વ જૈન કવિઓએ દેશી ઢાળો–રાગોનો જ ઉપયોગ કર્યો છે.
સમયસુન્દર તો દેશી રાગ-ઢાળો–દેશીઓના માર્મિક જાણકાર અને વાપરનાર હતા અને તે વાપરી જે સુંદર કાવ્યો રચતા તે એટલે દરજજે સુધો પ્રસિદ્ધ થઈ ગયા હતાં કે તેમના પછીના જ નહિ, પણ નયસુન્દર અને ઋષભદાસ જેવા તેમના સમકાલીન સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org