________________
- ૩૪
કવિની કૃતિઓ સંબંધે વિશેષ,
આપણે ઉપર જણાવી ગયા કે નલદમયંતીરાસ સિવાયની કર્તાની સર્વ કૃતિઓ સ્વતંત્ર છે. કર્તાની કૃતિ નામે સુરસુંદરી રાસ એ જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્ર માલાના પ્રથમ પુષ્પ તરીકે પ્રાકૃતમાં પ્રસિદ્ધ થયેલા, ધનેશ્વર મુનિવૃત સુરસુંદરી ચરિત્ર પરથી લખાયેલ નથી કારણકે બંનેનાં વસ્તુ જુદાં છે. જૈનધર્મ પ્રસારક સભાએ પ્રસિદ્ધ કરેલ ચરિતાવળીમાં સુરસુંદરી ચરિત્ર છે તેનું વસ્તુ આપણું કર્તાના. સુરસુંદરી રાસ સાથે બરાબર મળતું છે. પ્રસ્તાવના પરથી ગણાય છે કે ઉક્ત ચરિતાવળીમાંનું તે ચરિત્ર પડિત શ્રી વીરવિજય ( વિક્રમની ઓગણીશમી સદીના અંતમાં થયેલા)ના કરેલા રાસ (રચના સંવત ૧૯૦૨) ઉપરથી ગુજરાતી ભાષામાં લખવામાં આવ્યું છે. વીરવિજયને સુરસુંદરી રાસ ઘણું કરી અમદાવાદની વિદ્યાશાળાએ પહેલાં પ્રસિદ્ધ કર્યો હતું, પણ મને હાથ લાગ્યો નથી તેથી તેમાં તેનું વસ્તુ કયા ગ્રંથમાંથી લીધું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે નહિ તે હમણાં નથી જણાયું. નયસુંદરે પણ કોઈ તેવા ગ્રંથને ઉલેખ કર્યો નથી; એક બીજા ગૂર્જર જન કવિ નામે ધર્મ. વર્દને સં. ૧૭૩૬માં સુરસુંદરી અમરકુમાર નામને રાસ રચે છે તે પણ આ બંને રાસને મળતી કથાને જ હોવો જોઈએ.
નયસુંદરના શત્રુજ્ય ઉદ્ધાર નામના ઘણું ટુંકા રાસ સંબંધી એટલું જણાવવું એગ્ય છે કે સં. ૧૩૮૫માં જિનપ્રભ સૂરિએ બનાવિલા બ્રહતતીર્થ કલ્પમાં શત્રુંજયના થયેલા સોળ ઉદ્ધારનું વર્ણન છે. ઉદયરને પણ ઉદ્ધારને રાસ સં. ૧૭૬૮માં રચેલ છે. શત્રુંજય (પાલીતાણમાં આવેલા પર્વત)નું માહાતમ્ય ઘણુ સમયથી ઘણું છે, અને તેના માહાત્મ્યને લઈને જ તેના પર થયેલા આક્રમણ યા કાલદેષને અંગે થયેલી મંદિરની જીર્ણ સ્થિતિ દૂર કરવા ઉદ્ધારની આવશ્યકતા સિદ્ધ. થઈ છે. શત્રુંજય સંબંધી ધનેશ્વરસૂરિને શત્રુંજય માહાસ્ય નામને ગ્રંથ પ્રખ્યાત છે, અને તે પરથી હંસરને સંક્ષિપ્ત ગ્રંથ સંસ્કૃત ગદ્યમાં રચેલે પ્રસિદ્ધ થઈ ગયું છે. તે સિવાય તે પર કલ્પ જોવામાં આવે છે. ગૂર્જર ભાષામાં પણ શત્રુંજય રાસ મહિમાસુંદર કૃત, શત્રુંજય તીર્થમાલારાસ-અમૃતવિજય કૃત સં. ૧૮૪૦, સિદ્ધાચલરાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org