SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારે-વધારે કવિ પરિચય ગુરૂપરપરા–આ સંબધે આગળ જે કહેવાઈ ગયું છે તેમાં વિશેષ હકીકત એ મળી આવે છે કે રત્નસિંહ સુરિ સંબંધે સંસ્કૃત બૃહશાલિક પટ્ટાવલિમાં જણાવ્યું છે કે સં૧૪૫૨માં સ્તંભતીર્થમાં મહાઉત્સવ કરી જયપુ (જયતિલક) સૂરિએ રત્નસિંહને સૂરિપદ આપ્યું. રત્નસિંહ સૂરિએ શત્રુંજય પ્રસાદમાં પ્રતિષ્ઠા કરી. સુલતાન અહમદશાહે સં. ૧૫૦૯ માઘ શુદિ ૫ ને દિને તેમના પગની પૂજા કરી. તેમના ત્રણ મહા શિષ્યો નામે હેમસુન્દર, ઉદયવલ્લભ અને જ્ઞાનસુંદર હતા તે ઉપરાંત અન્ય શિષ્ય નામે શિવસુન્દર ગણિ મહાપાધ્યાય, ઉદયધર્મ (વાક્ય પ્રકાશ ગ્રંથના કર્તા સં. ૧૫૦૭) અને ચારિત્રસુંદર (મહિપાલ ચરિત, કુમારપાલ ચરિત આદિના કર્તા) હતા. [ જુઓ કુમારપાલ ચરિતની પ્રસ્તાવના ચારિત્રસુન્દર પોતાના કુમારપાલ ચરિતની પ્રશસ્તિમાં જણાવે છે કે રત્નાકર સરિના પટ્ટપર અનુક્રમે યોગીન્દ્ર ચૂડામણિ અભયસિંહ થયા અને તેમની પાટે જયપુન્દ્ર-જયતિલક સૂરિ થયા તેમની પાટે રત્નસિંહ સુરિ (વાદીને જીતનારા) થયા, કે જેના અનેક શિષ્યમાંના એક ચારિત્ર સુંદર ગણિ થયા કે જેણે શુભચંદ્ર ગણીની અભ્યર્થનાથી કુમારપાલ ચરિત નામનું દશ સર્ગવાળું મહાકાવ્ય પિતાના વિદ્યાગુરૂ જયમૂર્તિ પાઠકની સ્તુતિ કરવા સાથે પૂર્ણ કર્યું. આજ રત્નાકર ગ૭માં થયેલા મંગલધર્મ નામના કવિએ ગૂર્જર ભાષામાં મંગલ કલશરાસ સં. ૧૫૨૫ માં રચેલે છે તેમાં પ્રશસ્તિ એ આપી છે કે – ચંદ્રગછિ દેવભદ્ર ઉવઝાય, તિણિ ઉદ્ધારીક ક્રિયા સમુદાય રયણુયર ગરિચ્છ ગુરૂ ગુણભૂરિ, જયતિલક જયતિ કહ સુરિ. ૨૬ રયણસિંહ સુરિ મુનિવર થાટિ, ઉદયવલ્લભ સૂરિ તેહના પાટિ સાનસાગર સુરિ ગચ્છાધીશ, જયવંત ભવિયાં પૂરઈ જગીસ. ૨૭ મુનિવર વાચક શ્રી ઉદયધર્મ, જાગિઉ આગમ શાસ્ત્રહ મર્મ, તાસ પસાઈ ફલઈ કર્મ, જ્ઞાનરૂચિ ભણુઈ મંગલધર્મ. ૨૮ મંગલકલશ તણું ચઉપય, સંવત પર પચવીસઈ હઈય. (કુલ પદ્ય ૩૮ સાગર ભ૦ પાટણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy