________________
૪૫૭
હર્ષના સમય જણાવી તેની કૃતિએ વિસ્તારથી મૂકી છે. અમારે કહેવું જોઇએ કે યશાવિજયના પરિચયમાં જિનહર્ષ આવ્યા હાય અને તેથી રાસ લખવાની ઈચ્છા થઇ હાય એવા સંભવ ઉપસ્થિત કરવામાં આવ્યા છે પણ તેને કંઇ પણ કલ્પના સિવાય આધાર હાય એમ પ્રતીત થતું નથી; કૃતિઓ તરફ નજર નાંખતાં કત્તા સં. ૧૭૪૦ થી, સ. ૧૭૬ ૦ સુધી અવશ્ય વિદ્યમાન હતા, એમ સ્પષ્ટ જણાય છે.
શ્રીબુદ્ધિસાગરસૂરિએ મહેનત ઘણી સારી લીધી છે અને આવી રીતે ખીચ્છ ગુર્જર કૃતિ સંશાધિત કરી મૂકશે તે જૈનસાહિત્ય પર ઉપકાર થશે.
વિશેષમાં સૂચનારૂપે જણાવવાનું કે—
( ૧ ) કોઇ પણ કૃતિનું સંશોધન એકજ પ્રતિ પરથી શુદ્ધ અને નિર્ણયપૂર્વક થતું નથી. તેથી જ્યાં સુધી ખેંચાર પ્રતા શુદ્ધ અને જૂની પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી સંશોધન કરવાની તસ્દી લેવી વ્યાજખી નથી.૧ આ સૂચના કરવાનું પ્રયાજન, અશુદ્ધિ એક એ અશુદ્ધ પ્રત પર આધાર રાખવાથી આના પૂર્વાર્દૂમાં રહેલી છે તે છે. તે માટે પ્રસ્તાવનામાં જણાવેલું છે કે, “ શત્રુંજયરાસની છાપવા યોગ્ય નકલ જેના ઉપરથી કરવામાં આવી તે પ્રતિની અશુદ્ધતાથી, નકલ કરનારે કરેલી અશુદ્ધતાથી, છાપવાની અશુદ્ધતાથી તથા સુધારવામાં બીજી પ્રતિ ન મળવાથી ઘણા ખંડામાં શબ્દોની તથા પાની અશુદ્ધતા રહી ગઇ
૧ સમાલાચક્રકારના આવે! વિચાર અમે વ્યાજબી લેખતાં નથી. ભલે અશુદ્ધ તે અશુદ્ધ પણ હાથ આવેલી પ્રતિને, શુદ્ધ પ્રતિએ ન મળે
ત્યાં સુધી સડવા દઇ મુદ્રિત ન કરીએ તેા ભવિષ્યમાં તે પણ શું જતું ન રહે? અશુદ્ધિ તા પાયા પછી પશુ શુદ્ધ પ્રતા મળવાથી ભવિશ્યમાં જ્યારે સમય પ્રાપ્ત થાય ત્યારે શુદ્ધ થઇ શકે. પરંતુ ધારા કે શુદ્ધુ લાંબા સમય સુધી નજ મળી તેા શું અશુદ્ધને પણ જતું કરી સડવા દેવું ? અમારા આટલા સમયના અનુભવથી જાણી શકાયું છે કે લગભગ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ પ્રયત્ન સેવ્યા છતાં પણ કેટલાકની ખીરુ મળતી નથી. છતાં પ્રયત્ન ચાલુ સેવ્યા કરવાથી લગભગ અડધે! પેણે છપાયા પછી મળે છે તેા તેના ઉપયાગ અમા કરીયે છિયે. પ્ર. કત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org