SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકેની વિદ્વત્તા અને પ્રતિભામાં ઉમેરો કરે છે. જૈન ગૂર્જર કવિઓ જેટલા થયા તેમાં આ હેમશ્રી સિવાય એક પણ કવયિત્રી જણાઈ નથી. કનકાવતી આખ્યાનની પ્રશસ્તિને ભાગ આ પ્રમાણે છે – એણુંપરિ નેહ પાલઈ નરનારી, તે નેહનું પરિમાણ, જુનમલ ઈસી જન જુ એહવા, તુ કાજઈ ધરમ સુજાન. ૩૬૨ વધ તપાગછ મંડન દિનકર, શ્રી ધનરત્ન સુરીરાય, અમરરન સૂરી પાટ પટોધર, ભાનુમેરુ શિષ્ય કહેવાય. ૩૬૩ ગુણ ગધર પંડીત વઈરાગી, નયસુંદર રૂપિરાય, વાચકમાંહિ મુખ્ય ભણી જઈ, તસ સિગ્યણ ગુણગાય. ૩૬૪ કથામાંઇ કહ રસાલુ, કનકાવતી સંબંધ, કનકાવતી આખ્યાન રચઉ મઈ, સૂઅલાં સરસ સબદ્ધ. ૩૬૫ સંવત ૧૬ સુઆલઈ સંવછારિ, વિસાખ વદિ કુજવાર, સાતમાં દનિ શુભ મુહરતઈ ગઈ રચઉ આખ્યાન એ સાર.૩૬૬ ભણઈ ગુણઈ સંભલિ જે નાર, તેહ ઘરિ મંગલયાર, હેમશ્રી હરષઈ તે બલઈ, સુરવ સંગ સુસાર, ૩૬૭ અખંડ વિહાર કરવાની સાધુને માથે જૈનધર્મની આજ્ઞા હોવાથી એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરતાં વીજાપુર, અમદાવાદ, આદિ શત્રુંજય સ્થળે પ્રવાસ કર્યો છે એ તેમની કૃતિપરથી નિઃશંક છે. કાવ્યને હેતુ જનસાધઓમાં અનેક પ્રતિકાપાત્ર કવિઓ થયા છે અને વૈરાગ્યયુક્ત નિઃસંગ જીવન તેમની સાહિત્ય પ્રવૃત્તિનું સતત અને મહાન પ્રેરકબળ હતું. આવા પ્રતિષ્ઠિત કવિમાંના એક આપણા જીવનચરિત્રના “વીજાપુરપૂર્વ સાબરમતી નદી, ઉત્તરે લાટાપલ્લી (લાડેલ), દક્ષિણે સુરખા, રણાસણ વગેરે તેનું સંસ્કૃત નામ વિદ્યાપુર યા વિજયપુર છે. આ અતિ પ્રાચીન શહેર હતું. હાલ ગાયકવાડ નીચે છે. અત્રે નયસુંદર કવિ વડપોશાળમાં ઘણાં વર્ષો રહ્યા છે, કે જે પોશાળ હાલ પાવતીના દેરાસરનો ઉપાશ્રય છે તે તરીકે વિદ્યમાન છે. નયસુંદરની પરંપરામાં ફતેહસુંદર (૧૮૮૬ માં), તેના બુદ્ધિસુંદર, તેના રૂપસુંદર (વિદ્વાન મુનિ સં. ૧૯૩૫ લગભગ) તેજ પિશાળમાં વાસ કરી રહ્યા હતા. તે ઉપાશ્રય ત્યાંના શાઈ દશા પોરવાડને અસલથી છે. જુઓ વિજાપુર વૃત્તાંત પૂ. ૧૦ અને ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy