________________
(૩૦૨) નળદમયતીરાસ તિહાં આરક્ષક છપી કરી, અમૃતકુંભ ચાલ્યું અપહરિ,
કીધું યુદ્ધ સુરે તે લહી, અક્ષતાંગ આવ્યું તે વહી. ૬૦ વનિતા આગલિ ઘટ મેહ, વિનિતા કદ્રને દિયે; ઈમ અનુણિ કરી તિણિ માત, તવ કબૂએ તેડયાં જાત. ૬૧ અમૃતપાન કરવા ઉહાસિક પુણતા પન્નગ કદ્રપાસિ;
અમૃતકુંભ જનનીદિયે, સર્પે દર્ભ ઉપર મહેલિયે. ૬૧ કરવા સ્નાન ગયા જેતલિ, ઇંદ્ર અપહરી ગયુ તેતલિ, આવ્યા નાગ નવિ દીઠી સુધા, ચિંતિત તાસ હવું સવિ મુધા.૬૩ દર્ભ ચાટવા લાગી જામ, "દ્વિધા હુઈરસના તસુ તામ; દ્વિજિન્હા એણિ કારણિ તે થયા, ગરૂડે નિજવૈરી તે લહિયા.૯૪ કષ્ટ સંભારી માતાતણું, ગરૂડ થયુ કે પાનલ ઘણું;
સર્પતણું માંથું ઉપઘાત, કંપાવિ પાતાલહ સાત. ૬૫ તવ વાસુકિ કરવા “કુલત્રાણ, ખરી ગરૂડની માની આણ; સંપ કરી રાખ્યા શેકલે, નિત્યે એક નાગ મેકલે. ૬૬ સે પન્નગ મલિયાચલિ જાયે, ચંચે હણું વનિતા સુત ખાય; * એણિ પરિ કાલ ઘણું તિહાં ગયું, સર્પ ૧૧ અસ્થિનું પર્વત થયું.૬૭ એહવે મલયાચલ પતિતણું, જામાતા મહારાજા ભણું સે જીમૂતવાહને નામે, કૃપાવંત આવ્યે તેણિ ઠામે. ૨૮ તેણિ તિહાં પ્રીછિયે સવિ અવદાલ, હવે રાખિવા સર્પ ઉપઘાત; રાજા મનસ્ય કરિ વિચાર, દયાપાલ દુઃખિત--આધાર. ૬૯ શંખચૂડ તેણિ વારિ તિહાં, આબુ વધ્યશિલા છિ જિહાં રૂદને કરિ માતા તેહની, અતિ આક્રંદ કરિ ગહિની.૧૧ ૭૦
૧ ઋણ રહિત કરી. ૨ પુત્રને-સાપને. ૭ અમૃત. ૪ ફેકટ. ૫ બે ભાગ ૬ જીભ. ૭ પ્ર. “કેલાકુલ ૮ સાતે પાતાળ. ૮ વાસુકિનામા સર્ષના રાજાએ કુલ ત્રાણુ-બચાવ કરવા માટે ગરૂડની આજ્ઞા ભાની. ૧૦ સર્ષના હાડકાને પર્વત થયા. અસ્થિ ૧૧ ગૃહિણ, સ્ત્રી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org