________________
પ્રસ્તાવ ૮ મા,
(૨૩) લહકે મુક્તાફળ જામખાં, પિડિત તારાગુણ સારખાં, કનક પૂતલી રત્ન જડાવ, બહુ દીસે કરતી નવ ભાવ. ૨૨ માંડયા મંચક ને મહામંચ, કીધા અવર અનેક સુસંચ,
તે કિમ કવિ જાણે કહી પાર, અભિનવ દેવકજ અવતાર. ૨૩ તેણિ સ્વયંવર મંડપ સહુ, આવે મહારાજ ગણ બહુ
બેસે ભૂપ થયેચિત ઠામ, વદર્ભને વરવા કામ. ૨૪ ચિહું દિસિતણા મલ્યા તિહાં ભૂપ, એક જેવા દમયંતીરૂપ;
એક આવ્યા કૌતક નિરખવા, એક સજજન દુર્જન પરિખવા. ૨૫ તિહાં આવ્યા વિણ કે નવિ રહિ૬, ભરતભૂમિકૃપગણ ગહિગતિઉં;
સ્વર્ણરત્ન સિંહાસન સંચ, પ્રથવીભુજ બેઠો મહામંચ. ૨૬ શુભ કપૂર અગર વર તણી, ધૂપઘટી તિહાં બહેકે ઘણ; વર ચંપક મેગર માલતી, કુસુમમાલ તિહાં બહુ મહિકતી. ૨૭ તંતિભેદ વણાદિક જાણ, ઘનભેદે તાલાદિ વખાણ;
શુષારભેદ વંશાદિક જેય, અનદ્ધ તે મરૂજાદિક હાય. ૨૮ ઈત્યાદિક ભેદે વાજિત્ર, વાજે ઝલ્લરી અંબરી ચિત્ર; વાજે ભેરી શંખ મૃદંગ, પણવ વેણ ઢકા નવરંગ. ૨૯ એવં વિધ વાજિત્ર અનેક, વાજે નાદ મિલે સવિ એક; ગાથક ગાન કરે કેશલા, પ્રગટ કરે ગંધવકલા. ૩૦ ભૂપ ભૂપ “મંચિકિ નવનવા, કેતુક જેવા સરિખા હવા;
નાટકગીત કવિત વાજિત્ર, મંચ મંચ પ્રતિ દીસે ચિત્ર. ૩૧ તેણે સ્વયંવર નર વર દૂત, મહાસુભટ દ્વિજ સામંત સૂત; ૧°વારવધુ સેવિન દંડ ધાર, જોતાં જન કે ન લહે પાર. ૩૨
૧ પ્રતિ અંતરે “માંડયા કનકમંચ મહામંચ.” ૨ જે જેના દરજજા લાયક સ્થળ હોય તે સ્થળે વ્યવસ્થાપક બેસારે છે. ૩ કે જૈતુક જોવા માટે જ. ૪ કે દુર્જન અને સજજનની પરીક્ષા કરવા માટે જ આવ્યા છે. ૫ ઝંઝરી (?).૬ ઢેલ. ૭ વાંસળી. ૮ ઢક્કા. ઢેલ, મૃદંગ વગેરે . ઉપર ધકે દઈ અવાજ કરવો તે. ૮ મંચકે, માંચડે. ૧૦ ગુણિકાઓ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org