________________
પ્રસ્તાવ ૩ જે,
(૧૯) તવ યશ રાજહંસ રાજન, તસ નિવાસ પિંજર ત્રિભુવન; પાણી પાત્ર જલધિ તસ ઘણે, અરિયશ ધવળ કમળ સે ચુણે. ૩૯ તવ કરતિ કન્યા જગમાંહિ, રાજન ખેલ કરે ઉછાંહિ, કીડા ભૂમિ હિમાચળ કર્યો, પૂર્ણચંદ્ર કંદુક કર ધર્યો. ૪૦ ખડખલિ ખીદધિ તાસ, શિજ્યા દિગ્ગજ દંત નિવાસ;
ઓઢણિ સુરગંગા શશિમુખી, ગોદેવિ તેહની પ્રિય સખી.૪૧ પંચાલિકા મિથુન સા તણું, નૃપ ગિરીશ ગૌરી તે ભણું,
તવ કરતિ-કન્યા કડવા, રચ્યા ખેલ મહિણે અનિવા. ૪૨ સત્ય કહુ મત જાણે આળ, તવ કરતિ ચેગિની કૃપાળ;
એક કર હિમગિરિદંડ વિશાળ, દ્વિતીય પાણિ તસ તારકમાળ.૪૩ હિમરૂચિમંડલિ કાપાલિની, ભાલિ તિલક જસ સુર વાહિની, ખિણમાં નાશ કરે રિપુજાળ, વિજ્યવતી સા હ ચિરકાળ. ૪૪ તવ કીરતિ દૂતી સંચરી, ત્યારે વશ કરવા સુંદરી, પહિલાં હરિપત્ની ભેળવી, નિશ્ચળ મન તુજશું મેળવી. ૪૫ તવ મન શંકા કરે ગિરીશ, આપે હુએ અદ્ધ નારીશ;
બ્રહ્મા સુણ ચતુર્મુખ ભયે, સહસ નયન તે સુરપતિ થયે. ૪૯ એ આશંકા કરી વિચાર, ન કરે નારી–સંગ કુમાર,
૧ દડે. આ કાવ્યની અંદર ઘણુજ અલંકાર સાથ રાજાની સુકીર્તિ આદિનું વર્ણન છે તે જે સવિસ્તર વર્ણન કરવા જાય તે આખું પૂર્ણ ભરાય તેમ હોવાથી તેનું રહસ્ય સુજ્ઞ અલંકારના જાણકારથીજ જાણી લેવા સોંપવું પડયું છે. ૨ મહાદેવ. ૩ પાર્વતી. ૪ બ્રહ્માએ. ૫ લક્ષ્મી. ૬ મહાદેવ અને પાર્વતીના હરણ માટે શંકા થવાથી અદ્ધ અંગમાં તેને શમાવી દીધી. બ્રહ્માજી તે તે આશ્ચચેના લીધે ચાર મુખવાળા થયા. ઇદ્ર હજાર નેત્રવત થયા અને કાર્તિક સ્વામી તો શંકાના ભયથી સ્ત્રીને સંગજ ત્યજી કુંવારા જ રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org