SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩ જો. (૧૯૩) જાણે ઉજવળ પિંડ કપૂર, અથવા ક્ષીરાદધિ જળપૂર મહાદેવને હાસ્ય સમૂહ, મુક્તાહાર નિકરને ઊહ. ૨૮ “તસરજત શશિ કિરણ કદંબ, દુગ્ધભૂત દક્ષણ ભ્રમક બુક દધિચય શેષનાગ "નિર્મોક, દીઠે રાજહંસને થક. ૨૯ અતિ સુંદર ચંચા ને ચરણ, અનુપમ અવર અંગને વરણું સહસા તિણ વન હવે પ્રકાશ, રાજા અચરિજ જુવે ઉલ્લાસ. ૩૦ સબળ રાજહંસને સાથ, તેહને બાલચંદ્રચૂથનાથ; કનકવલય તસ કંઠિ વિશાળ, રત્નજટિત અતિ ઝાકઝમાળ. ૩૧ મુખ મસ્તક તે સોવન વરણુ, અતિ સુંદર સેહે આભરણુ ચરણે વજા રત્ન મંજીર, બેલે વિમળ વચન ગંભીર. ૩૨ તિરું હસે રાજા મન હર્યું, દેખી રૂપ હૃદય અતિ ઠર્યું, “નહોતું દીઠું તે મેં દીઠું, આ દીસ અનુક્રમી; આવી કનકની જાત પંખીની, બ્રહ્માએ કયારે નિરમી. એવે સક્લ પંખીને રાજ, દીઠે પૃથ્વીમાંય; વૃક્ષ તણે થડ નિદ્રા કરીને, ઉભો છે એક પાય.” આમાં અને પ્રેમાનંદ એ બંનેમાં મૃગને રાજાએ લીધાનું વર્ણવ્યું છે. ફેર માત્ર એટલે છે કે પ્રેમાનંદમાં હંસ પકડાય ત્યારે દિલગીર થઈ ચંચુપ્રહાર કરી, છેવટે રાજાનું મન લઈ હર્ષથી તેણે વાત કરી. અને આમાં રાજાના હાથમાં આવતાં જ હસે આશીર્વાદ દીધે. શ્રીમેધરાજકૃત નળાખ્યાન લધુ હોવાથી આ પ્રસંગ વર્ણવવામાં આવ્યો નથી. એમાં નળના પાંચ પૂર્વભવ, અને નળનું સામાન્ય વર્ણન વર્ણવી, દમયંતીને સ્વયંવરની વાત કથી છે. ૧ મોતીના હારને ઢગલો. ૨ તપાવેલી ચાંદી-રૂપું. ૩ શખ. ૪ દહીને જ. ૫ શેષનાગની કાંચળી. ૬ ટોળાને નાયક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy