________________
(૧૦૦)
નળદમયંતીરાસ
પ્રસ્તાવ ત્રીજે.
(દહા-છંદ) જિન મુખ ભારતી ભગવતી, મુજ મુખિ કરે નિવાસ; જિમ ત્રીજા પ્રસ્તાવની, કહું કથા ઉલ્લાસ. વિનય કરી નિત વંદિએ, ભાનુમેરૂ મુનિરાય; નલ નરેંદ્ર ગુણ બેલતાં, જિમ મતિ નિર્મલ થાય. ૨
(ઢાળ ૧ લીશી પાઇ) અન્ય દિવસિ માતા સરસતી, હંસવાહિના અતિ હરખતી; સાથે સઘળે નિજ પરિવાર, ચલી મેરૂ શિખરિ સુવિચાર. ૧ શ્રી હી કીતિ કાંતિ દેવતા, શારદસખી ગુણે અનુરતા; આપ આપણે વાહન ચલે, ચાલી ચતુર દેવિ ચડવી. ૨ આસો શુદિ અડ્રાહી તણ, ઉત્સવ નવરજનીના ઘણા; સિદ્ધાયતન નંદવા કાજ, ચાલી માત ચડી હંસરાજ. ૩ સાથે અવર દેવી બહુ થઈ કનકાચળ નંદન વન ગઈ
શાશ્વત જિન વઘા મન હસી, પાંડુકવન પહુતી ઉદ્ભસી. ૪ સિદ્ધાયતન જિનેશ્વર તણું, શાશ્વત મૂરતિ વંદી ઘણું;
પૂછ પરમેશ્વરના પાય, ઉત્સવ સુરી કરે તિણ ઠામ. ૫ ગાય ગીત નાચે મન રળી, જાણે સવિ આશા અહીં ફળી; નવ દિન ઉત્સવ કરી સુચંગ, ઠામે પહુંચવા હૂએ રંગ. ૬ અવર દેવના વાહન જેહ, સવિ આગળ આવિ રહ્યાં તેહ હંસ ન આવે લાગી વાર, પૂછે પરમેશ્વરી વિચાર. ૭ અવર દેવિ વાહન હારીત, બે તવ ઈક થઈ વિનીત; માત તુમારૂં વાહન જેહ, રાજહંસ અતિ ઉજ્વળ દેહ. ૮
૧ નવરાત્રીના. ૨ બીજી. ૩ મેરૂશિખર. ૪ દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org