________________
(૧૬૮ ) રૂપચંદકુંવરરાસ, વિકમ સમકિત થિર કિયે, સભા મધ્ય ઉપદેશ કીધે
રૂપચંદ કુંવર સુણી વૈરાગે લઈ દીખ; સંયમ પાળી સુર થયા, આરાધી ગુરૂ શીખ.
(પાઈ છેદ-ગ્રન્થ પ્રશસ્તિ ) ઈમ જે રૂપચંદ મુનિપર, ભોગાદિક વિલસી પરિહરે,
સાધે સઈ કાજ આપણું, ઈહભ પરભ સુખ લહે ઘણું. ૧ રૂપચંદને ઈણપરે રાસ, રચ્યો અંગે આણી ઉલ્લાસ
ક્વણુ શિષ્ય તે કવિતા હોય, કુણે સંવત્સર કીધે સય. ૨ શ્રી જિનવર-શાસન સુવિવેક, હવા અભિનવ ગચ્છ અનેક; ચંદ્રગચ્છ મૂળગો ઉદાર, સકળ ગચ્છમાં સોહે સાર. ૩ તે શ્રી ચંદ્રગચ્છ શિણગાર, શ્રી ધનેશ્વરસૂરિ ઉદાર; ચિત્રપુરિ દેશના વિખ્યાત, પ્રતિબધ્ધા દિગ પટ સય સાત. ૪ થા ચિત્રગચ્છ ઈતિ નામ, તિહાં ગુરૂ ભુવનચંદ્ર અભિરામ;
સૂરીશ્વર ગિરવા ગપતિ, તાસ શિષ્ય મહા મુનિવર યતિ. ૫ દેવભદ્ર ગુરૂ ગણિ અવતંશ, વર-વચન-માનસ–સરહંસક
સંવત બાર પંચાસીએ ચંગ, શુદ્ધ કિયા તપ કર્યો અભંગ. ૬ શ્રીગુરૂદેવભદ્ર ગણિ રાય, જાવજીવ આંબિલ નિર્માય; વિદ્યાપુરિ તપ કરી એકમના, તપાગચ્છ કીધી થાપના. ૭ તાસ શિષ્ય શ્રી ગચ્છાધીશ, પૂજ્ય વિજયચંદ્રસૂરીશ;
જેહથી વૃદ્ધતપાગચ્છ નામ, પ્રગટ પુણ્ય પ્રબળ અભિરામ. તાસ પાટે ગિરૂઆ ગ૭પતિ, શ્રી ક્ષેમકીર્તિસૂરીશ્વર યતિ,
બૃહત્કલ્પ ટીકા અસમાન, કીધી સહસ બેતાલિશ માન. ૯ પરવાદીગજભેદનસિંહ, ગછનાયક ગુરૂ અકળ અબીહ; તસ અનુક્રમે રત્નાકરસૂરિ, જસ નામે હેય પાતિક દ્દરિ. ૧૦ રત્નાકર ગછ એહનું નામ, એ ગુરૂથી પ્રગટ ઉદ્દામ; તસ અનુક્રમે જયતિલકસુરીંદ, તસપરતખ દુઓ ધરણિંદ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org