________________
(૧૬) રૂપચંદકવર રાસ, બેહ પણે ચામર વીંઝતા, નૃપ ધરતા શિર છત્ર; યાચક જન સંતોષતા, વાગતા બહુ વાજિત્ર. ધનદત્તશાહ કુટુંબશું, સેમદેવશાહ સેય; નૃપકને જ ગુણચંદ પ્રમુખ, સાથે છે સહુ કેય. બહુ ઉત્સવ કરતા સવે, પહેલા જ્યાં ગણધાર;
ભેય સુખાસન મહેલીઆ, હેલ્યા સવિ શૃંગાર રૂદન કરતાં તિણ સમે, માય હાય કહે ભાય; કુમાર અમારો વલ્લહે, જીવથકી ગુરૂરાય. તુમ વચને વૈરાગિયે, એ સંયમ સત્યે આજ;
હરો ભિક્ષા પુત્રની, સારો એહનાં કાજ, રાય પ્રમુખ સજજન સહુ, કહે એમ ઉત્સાહિ;
રૂપચંદ એ કુંવર અમે, હાલે જીવિત પ્રાહિ. સંયમ લે છે તેમ કહે, એહની કરજે સાર;
કુંવર કર જે કહે, ધ્ર પ્રભુ સંયમભાર. તે પાંચે વ્યવહારિયા, સુંદરી ત્રણેયે સાથ;
રૂપચંદ સંયમ લિયે, સિદ્ધસેન ગુરૂ હાથ. ઉપચ મહાવ્રત ઉરચરી, લીધે મુનિવર વેશ; સમકિત સહુ નિર્મળ કરે, સુગુરૂ દિયે ઉપદેશ. ગુરૂ વંદી મુનિવર નમી, સહુ નિજ થાનક જાય; કરે પ્રશંસા કુંવરની, રૂપચંદ ઝાષિરાય.
૯૧ સામાયિક આદે કરી, પભણે અંગ અગ્યાર; “ગુરૂણી પાસે સાધવી, પાળે સંયમ ભાર.
૧ પુત્ર અર્પણ કરિયે છિયે તેની ભિક્ષા અંગીકાર કરે. ૨ સફળ કરો. ૩ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એઓને સર્વવિરતિરૂપ ત્યાગ. ૪ આચારાંગ, સૂયગડાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાશકદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરેવવાઈ. પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર એ ૧૧ અંગ છે. ૫ સાધ્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org