SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ્ય તરવવિચાર (૧૪૧) સત્યદેવ જિનવર આરાધ, સફળ જન્મ કરી કારજ સાધ. ૧ ગુરૂ જે પંચ મહાવ્રત ધાર, જેમાંહિ લાભે પંચાચાર, પંચંદ્રી વશ રાખણહાર, ચાર કષાય કરે પરિહાર. ૧૪ ષટ નિકાય પ્રાણિ રખવાળ, નવવિધિ બ્રહ્મચર્ય પ્રતિપાળ; “અર પ્રવચન જનની જેહ, એક ચિતે આરાધ તેહ. ૧૫ દશ વિધિ સાધુ-ધર્મ આદરે, સત્તર ભેદ સંયમ આચરે, વરજે પાપ અઢારે ઠામ, જપે એક જિનવરનું નામ. ૧૬ અમે પરિસહ જે બાવીશ, શત્રુ મિત્ર સમ ચિત્ત મુણુશ; દોષ બાલિશ રહિત આહાર, લીજે કાજ કાયા આધાર. ૧૭ જે તપિયા ન કરે તનસાર, દાખે ધમધર્મ વિચાર, શાંત દાંત માહંત મુણિંદ, તે ગુરૂ સેવ્યાં દિયે મહાકુંદ. ૧૮ સર્વ વસ્તુ અભિલાષી જેહ, જેહને ઘર કુટુંબ અતિ નેહ; સર્વ ભણી ચારી અબ્રહ્મ, હિંસાતણે પ્રકાશે ધર્મ. ૧૯ અતિ આરંભ પરિગ્રહ કન્યા, ભરવા પેટ પાપ-પથ ભળ્યા; તિણે ભવસાયર કિમ તારિયેં, નિર્ધન સેવ્યું શું ધન દિયે ! ૨૦ દુર્ગતિ પડતાં જે હેય ત્રાણ, તેહ ધર્મનાં કરે વખાણ જેહ કેવળિ ભાખિત જાણ, જિહાં પ્રશસ્ય છે જિનવર આણ ૨૧ વિનયમૂળ જ્યાં દયા પ્રધાન, જે ભવજલનિધિ તરી સમાન; સર્વે જીવહિતકર જાણિયે, શુભ ધર્મ તે મન આણિયે. ૨૨ જેહ ધર્મમાં હિંસા ઘણી, દયા ન દીસે પ્રાણિતણી; શાચ મૂળ પિકારે ધર્મ, નિષ્કારણ બધે બહુ કર્મ. ૨૩ કૂડાશાસ્ત્રતણું પદ ભણી, વાટ દેખાડે હિંસાતણી; પ્રાણિ–વધ થાપે નિશિદીસ, શી ગતિ તસ હશે જગદીશ ! ૨૪ ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. ૨ નાક આંખ કાન હે શરીર. ૩ ક્રોધ માન માયા લોભ. ૪ પાંચ સમિતિ ત્રણ ગુણ એ આઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy