________________
90
(૧૩૬ ) રૂપચંદકુવર રાસ, સંઘ સકળ હરખે મનમાંહિ, હામા વદન જાય ઉછા હિં;
અતિ આડંબરે સવિ સમુદાય, વંદે સૂરીશ્વરના પાય. ૬૭ કરે મહત્સવતણે પ્રવેશ, એહવે શ્રી વિક્રમનરેશ; 'રાજપાટિકા ફરવા જાય, સ્વામા આવે છે ગુરૂરાય. ૬૮ આગળ ભણે ગુણ સ્તુતિ ભાટ, તું ગુરૂ ધર્મ દેખાડે વાટ;
પરવાદીગજભેદન સિંહ, સકળ સૂરિમાં આડી લીહ. ૬૯ તું ભારતી–હુદય-વર-હાર, તું અભિનવ ગૌતમ અવતાર તું અશેષ વિદ્યા-ભંડાર, તે વાદી કીધા ધિકાર. તું ષટ્ દર્શન-પશુ–ગપાળ, વાદિવંદને વસુધા પાળ;
તું ગુરૂ વાદગરૂડ મુકંદ, તું સર્વજ્ઞપુત્ર સૂરિ. ૭૧ સુણી બિરૂદ સર્વજ્ઞ સુપુત્ર, હિયે વિચારે રાજ વિચિત્ર;
એ સર્વજ્ઞ-પુત્ર વિખ્યાત, તે સહી જે લહે મુજ મન વાત. ૭૨ ઈશું વિમાસીને નરનાથે, તવ વંદના કરી મન સાથે; ગુરૂ જાણ કર ઉંચે કરી, ધર્મલાભ આસીસંસ્કરી. ૭૩ આવી નૃપ પૂછે ગુરૂ કહે, ધર્મલાભ યે દી મહે?!
ગુરૂ કહે મનશું વાંધા તુમે, ધર્મલાભ તિણે દીધો અમે. ૭૪ તવ રાજા રે મનમાં હિં, સ્વર્ણ કેટિ આણું ઉછહિં;
સૂરિ પ્રતે કહે પ્રભુ લીજિયે, ગુરૂ કહે એ અમે શું કીજિય? ૭૫ દ્રવ્ય અનર્થતણે એ પંથ, તે ભણી નવિ રાખે નિગ્રંથ;
જિનપ્રાસાદ કરેવા કાજે, સંઘ પ્રતે દીધું નરરાજે. ૭૬ તવ પ્રવીણ મહેતા તેણીવાર, દાનતણી વહિયે સુવિચાર રહ્યા રાય વિક્રમની પાસે, લખે બ્લેક એ મન ઉલ્હાસે. ૭૭
(અનુષ્ટ્રપદ). धर्म लाभ इति प्रोक्ते, दुरा दुत्सृत पाणये;
सूरये सिद्धसेनाय, ददौकोर्टि नराधिपः - ૧ હવા ખાવા માટે. ૨ ચેપડામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org