SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ. રિષભદેવની પદસેવના કરનાર ચકેશ્વરી માતાની આરાધના કરવાથી તેણે વર આપ્યો કે કાલે સવારે દમનક નામે રૂષિ આવશે તેનાથી તારી અભિલાષા પૂર્ણ થશે. બીજે દિવસે રૂષિ પધાર્યા; તેમણે આવીને “ધર્મલાભ” એમ કહ્યું. રાજાએ એમને બહુ સત્કાર કર્યો. રૂષિની વચન સિદ્ધિથી રાણીને એક પુત્રી અને ત્રણ પુત્ર થયા. પુત્રી દમયંતી નાની ઉમ્મરમાંથી જ મેટી વિદુષી થઈ, એણે વ્યાકરણ, કોષ, સાહિત્ય, ગણિત, વેદાંત, પુરાણ, પિંગળ, ભરતશાસ્ત્ર ગાન, નૃત્ય, સંગીત, આયુર્વેદ વગેરેનો ઉકષ્ટ અભ્યાસ કર્યો. નાની ઉમ્મર છતાં નવ તત્ત્વ અને એ આવશ્યક ક્રિયાઓ શિખી અને ખરેખરી વિરતિવાળી શ્રાવિકા બની રહી. એના સ્વરૂપની સુંદરતાનું વખાણ કરવું શક્ય નથી. નળરાજા ઘણે પ્રસન્ન થયો અને એની સાથે શી રીતે લગ્ન થાય એમ ચિંત્વન કરવા લાગ્યું. હંસે ખાત્રી આપી કે હું ત્યાં જઈને તારા ગુણાનુવાદ ગાઈને એ તને જ પરણે એમ કરીશ. પિતાની હંસી સમકળાને ઓળમાં મુકીને હંસ કુંડીનપુર ગયો. દમયંતીની રમવાની વાડીમાં પિતે આકાશમાંથી ઉતર્યો. અલકીક પક્ષિને જોઈને દમયંતી લેભાઇને એને પકડવા ગઈ. હંસ ધીરે ધીરે, પકડાય નહિ અને છેટું પડે એ નહિ, એમ આગળ ચાલ્યા. ઘણે દૂર જઈને એકાંત આવ્યું એટલે ઉભો રહ્યો અને નળનાં વખાણ કર્યા. દમયંતી મળે મેહિત તે હતી જ. એની નળ પ્રાપ્ત કરવાની લાલસાની પરાકાષ્ટા થઈ. જરૂર નળની પાસે જઈને એને તારે મેહ લગાડું એવું દમયંતીને કહીને હંસ ત્યાંથી વિદાય થયા. ભીમરાજાને કુંવરી ઉપવર થઈ છે એવું જણાતાં એણે સ્વયંવરની તૈયારી કરી. નળને પણ તેડાવ્યું. દમયંતીએ પણ છાનુંમાનું કહેણ કહાવ્યું. સંદેશો સાંભળીને નળને ઘણો આનંદ થયો. એણે લાવલશ્કરની સજાઈ કરી સ્વયંવરમાં જવા નીકળ્યા. નર્મદા કાંઠે એને પડાવ હતો. તેવામાં કલહપ્રિય નારદ સ્વર્ગમાં પધાર્યા. ઈદની સાથે વાત કરતાં એમણે દમયંતીનાં વખાણ કર્યાં અને સ્વયંવરની વાત કરી. આ સાંભળીને ચાર દેવ દેવસભામાંથી ઉઠીને જવા તત્પર થયા. ઇંદ્ર, અગ્નિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy