________________
પરસ્પર પ્રેમવિરહળતા, (૧૧૧ ) રેણે કજજળ ભાગીઆ, તિલક કવણુ ગુણે ભગ્ન; પડી પણ પચેહરા, ઊચટ ઊચટ લગ્ન. જવ પિઉશું મેલાવડે, મિળશે પુણ્ય પ્રમાણ તવ સુખ લહેશે પ્રાણિયે, એ સૂધ મન આણ. એ પત્રી વાંચી કરી, વળતે લેખ સુરેખ; પિઉ મુજ વહેલો પાઠ, પ્રેમ ધરી સુવિશેષ. હિયડું અહનિશિ પરજળે, ભરિયે વિરહ–અંગાર;
તે ઓલવજે મેકલી,લેખ પ્રેમજળધાર. લેખ એહ વાંચી કરી, ધરજો હિયા મઝાર; રખે કે દુર્જન કર ચડે, પડશે વાત વિચાર. એહ લેખ જિણે પાઠવ્યું, જે વાંચશે સુચંગ; તેહને જગપતિ મેળવે, વહેલે સજીનસંગ. પ્રેમ–લેખ Vણપરે લખી, બીડી કરી ઉદાર; શ્રીમતી સાથે પાઠ, જિહાં વલ્લભ ભરતાર. ધનદત્તની દાસી થઈ, પહોતી રૂપચંદ પાસ, લેખ દિયે પ્રણમી કરી, કુમરે લિયે ઉલ્હાસ, ચતુર ચમકિ ચિત્તશું, સમાચાર વચેવિ, પ્રિયા લેખ વાંચી કરી, નિજ ભૂષણ તસ દેવિ. હિયડે હરખ ઘણે હવે, વળિ ભાગી દુખઝાળ; કુંવરતણે મન ઊપને, પ્રેમ વિરહ સમકાળ. ગુણ સમરી ગેરીતણું, સ્નેહ ધરી સુવિશેષ; રૂપચંદ રામા પ્રતે, પ્રેમે લખે પ્રતિ–લેખ.
(અનુષ્ટ્રપ-ઈદ). "स्वस्ति हीनो रजोहीनो शिरोनाम विवर्जितम् ॥
अशुद्रदत्त हस्तेच, लेखे सिद्धि न विद्यते." ૧ દાગીને. ૨ એકી વખતે બેઉ પેદા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org