________________
અંતરને ઉમળકે. (૧૦) પિઉ ગુણ ખેર–અંગાર હુઆ, તિણે મન લાગી લાહ્ય
અવગુણ નીર ન પામિયે, તે તે કિમ એલાય. તુમ ગુણ ઘુણ મુજ અંબવન, અહનિશિ કેરે કંત, તિણે તન થાઓ દૂબળું, દુખ જાણે ભગવંત. હયિ ન ફાટે હિયડલું, તે એ કિશે સનેહ,
જે જગ જી વિરહિયાં, નામ માત્ર તસ દેહ. હું હિયડે જાણું ઘણું, પંખ લેઈ શકરાજ; ઊડીને આવી મિથું, જિહાં માહરે વરરાજા વિણ પ્રાપતિ કિમ પામિયે, સન સેવ સુચંગ;
પરમેશ્વર જબ મેળશે, તબ મિળશું ગુણગંગ. કેહશું કીજે ઠી, કહેશું કીજે કેળિ; હાલા વિણ સહુ વીસરૂં, કે ના મન મેળ.
(સેરઠા-છંદ) જેહની જોતા વાટ, તે સાજન સુહણે નહીં, અણગમતાની વાટ, આવે પણ ભાવે નહીં.
(-છંદ) થડી પ્રીતિ વિરહ ઘણ, તે નવિ ખમિલે જાય
સરજયાં કિમે ન છૂટિયે, હિયડા ઝૂરે કાંય. જવ જગદીશ્વર મળશે, તવ મિળશું એકાંત; પિઉપનેતા તિહાં લગે, મુજને ધરજો ચિત્ત. હું દાસી છું રાઉલી, રખે વિસારે રાજ; વાચા દીધી પાળજે, મુજ જીવિતને કાજ. તું છે ભેગી ભમરલે, નવ નવ કુસુમ રમેશ; પણ તુજ ઊપર એક્લી, માલતી મમ મહેલેશ.
૧ કીડે. ૨ વાત. ૩ આનંદભરી રમતગમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org