________________
(૧૦૦) રૂપચંદકુંવર રાસ, અમે હિંગ તેલ વાણિયા, ઓછા વણિગત/ પ્રાણિયા. ૮૭ કરીએ વિવિધારે વ્યાપાર, જઠાં સાચાં લવી અપાર;
ઈણ પરે ઘરને નિર્વાહ કરે, તે તેને એ કિમ સાંભરે? ૮૮ કુંવર હોય જે નરપતિતણું, જેહને ઘરે કશી નહીં મણા; રંગે રમે ન માથે ભાર, તે લહે રાજન એહ વિચાર! ૮૯ નૃપ કહે મેં તે માન્ય મિત્ર, પણ તું અસત્યજ ભાખે અત્ર;
લાજ રાખું છું ભાઈ ભણું, કાં મુહબત લોપે મુજતણ. ૯૦ રાજન મહાબત લોપે કિશો ? મુધા બોલ તુમ મનશું વધે?
જે એ માંહિ કાંઈ ન લહે, તે હું અર્થ કે પેરે કહું? ૯૧ તું ન લહે તે જાણું અમે, એહવાં કામ કરે સે ગમે; છળતા મુજ સાથે પરિહરે, ખંધાઈ આવી શું કરે? ૯૨ સ્વામિ કિશે કહું એ ઘણું, હું પ્રભુ છોરૂ છું તમતણું;
માયા કરે મુજને મહારાજ, બીજી કાંઈ આયશ ઘે કાજ. ૯૩ કાજ અમારે છે એટલું, જે મુજ સાથે રાખે ભલું;
તે કહે શીધ્ર એહને અર્થ, નહિ તે થાશે મુધા અનર્થ. ૯૪ રીશ મૂઢ મુજને ન ચઢાવ, પૂછું તે કહી બેશ બતાવ;
નહિતે જે હમણાં જે થાય, પછી કહીશ જે ન કહ્યું કાંય. ૯૫ કુંવર વચન તવ બોલ્ય ખરૂં, સ્વામિ જે બોલે તે કરું; પણ અણપ્રીછી કહું શી પરેડ, જે થાશે તે ખમણું શિરે. ૯૬
(ઢાળ-વિદ્યાવિલાસના રાસના પવાડાની.) રાય પ્રતે તે અતિ રઢ લાગી, પૂછે વાળી વાળી,
સસાને પગ નહીં ત્રીજે જિમ તે, કુંવર ન કહે ના ટાળી. ૧ શામ દામ ભેદ ભૂપાળે, કીધા કેટિ ઉપાય; પણ તે ગયું ભરિયા ઘટ ઊપર, તવ રીસા સય. ૨
૧ વિના કારણે જુલ્મ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org