SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મર્મવાત વિચાર. ( ૯ ) મિત્રપણું અમ સાથે કરે, જે જોઈએ તે સવિ ઉચ્ચ આ સવિ અદ્ધિ અછે તુમતણ, અમે બશેર અન્નના ધણી. ૭૫ ચિંતે હિયડા સાથ કુમાર, ન ઘટે એવડે શેઠ જુહાર; રાજને હું બાળક તુમતણે, સેવકને શું કહિયે ઘણે! ૭૬ રૂપચંદ વળગાડ્યો બહિ, નૃપ પહુતે અંતઃપુર માંહિ, રૂપચંદના સ્વાગત કાજ, પાક પવિત્ર કરાવે રાજ. ૭૭ આગળ વિવિધ સૂખડી ધરી, નૃપ કુંવરે ભક્ષણ તે કરી; બેઠા બિહુ એકાંતે જઈ નૃપ જાણે મૈત્રી હવે થઈ. ૭૮ ભૂપતિ પૂછે ભાઈ કહે, કુણ કુણ ગ્રંથ તુમે જે લહે? અમે વણિક વ્યાપારી રાય, ગ્રંથકળા પણ કિશી ભણાય. ૭૯ કહે રાજા આપણે સનેહ, કૂડે કિમેં મા કહેશે એહ; તું દીસે સવિ ગુણભંડાર, વિદ્યાકળા ન લાભે પાર. ૮૦ જેહશું થયે મૈત્રીને ભાગ, તેહશું કપટતણે કહીં લાગ; હું તુજ ભાઈ કરી ત્રેવડું, તું થઈમ રહ જુએ એવડું. ૮૧ હું છું રાજ તમારે બાળ, તું અમ ઠાકુર દેવ દયાળ; તુમશું કપટ કિશું કેળવું, જેહવું જાણું કહું તેહવું. ૮૨ કુંવર તમે છે બુદ્ધિનિધાન, છિદ્રાટીના લહે વિધાન; કહે કેઈ સ્ત્રીએ તેડિયા? એકાંતે તસ મંદિર ગયા. ૮૩ તવ તે ઈશી સમસ્યા કરે, પહિલી કર કરણે લેઈ ધરે; દક્ષણ કર વીણુ જઘવામ, પુષ્પદડો દાખે અભિરામ. ૮૪ કરી એટલું ચૂંકે વળી, તે શું કુમર કહે મન રૂળી? એહ સમસ્યા-તણે વિચાર, મિત્ર ભણું મુજ કહે ઉદાર. ૮૫ કુંવર વિમાસે હિયડા સાથ, ધૂર્તપણું માંડયું નરનાથ; મેં તે કાંઈ ન માનવું સરે, નને એક દોષ સે હરે. ૮૬ કુંવર કહે સુણ સ્વામિ સમર્થ, હું કિમ જાણું એહને અર્થ! ( ૧ રસઇ-સુખડી વગેરે કોરી રસોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy