________________
સત્તા અને શહાણપત વિવેક ( ૯૭ ) કહે મહાજન સાથે કુણ કામ? સહુ પધાર્યું છે ઈણ ઠામ. ૫૦ પ્રભુનું દર્શન કરવા કાજ, મહાજન સહુ આવ્યું છે રાજ!
આજ અમે હૂવા નિષ્પાપ, તુમ દર્શને કન્યા સંતાપ. ૫૧ નગરશેઠ અમારા ભણી, આજ રાજમયા હુઈ ઘણું;
શેઠ અમારા સાથે હળી, તેહ ભણી આવ્યા છું વળી. પર ભલે પધાર્યા હરખ્યા અમે, વળે પાન બીડાં લઈ તમે;
ક્ષણેક ગેષ્ઠિ શેઠશું કરી, હમણાં ઘરે જશે હિત ધરી. ૫૩ મહા પ્રસાદ કહી મહાજન મુદા, કરી પ્રણામ ચાલ્યું સહુ સદા; પાંચ સાત દશ પંદર થઈ, બાહિર બેઠા અળગા જઈ. ૫૪ શેઠ ભેટ મૂકી પચે નમ્ય, ચિત્ત રાયને ગાઢે ગમે;
આસન બેસણ અતિ બહુ માન, શેઠ પ્રતિ દે સુગુણનિધાન. ૨૫ રાજા રંગે પૂછે વાત, ધનદત્ત શાહ તું પુર વિખ્યાત; ધન્ય એહ નગરી અમ તણું, જિહાંકણુ વસે તુમ સિતગુણ. પદ લક્ષમી છે કેતી તુમતણે, સુત વળી છે કેતા નૃપ ભણે;
મહારાજ લખમી નહી પાર, બેટા ચતુર ચંગ છે ચાર. પ૭ રાય ભણે શાહ સાચું માન, તાહરૂં જગ જીવિત છે ધન્ય;
સઘળા ઘર સરખા સંગ, નહિ કલેશ કે વિરહ વિગ. ૫૮ શેઠ ભણે મહિતા સવિ હોય, સ્વામિ ચરણકમળ લય,
અમે રાઉલાં છેરૂ સ્યામ, સુખ સંપતિ સવિ તારે નામ. ૨૯ ભલું શેઠ બેટા તુમતણું, કળા સુગુણ રાખ્યા છે ઘણા; ત્રણ પુત્ર આ થે કિહાં? ઘેર હોય તે તેડે ઈહિ. ૬૦ ભણે શેઠ તે બાળક બહ, વિધિ વ્યાપારની ન લહે સહ,
લખમી લેખું પણ નવિ લહે, તે રંગે રમતે ઘર રહે. ૬૧ રાય કહે રૂડું તમે ભણ્યું, પણ તસ રૂપ ઘણું મેં સુચ્યું
એક્વાર તે જેવા કામ, તે જોઈયે આણે ઠામ. દર સુણી શેઠ અણબે રહે, રાજ્ય મંત્રી પ્રતિ વળિ ઈમ કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org