SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપચંદકુવરાસ તિણે જાણ્યું સ્ત્રીએ સાજ કરી, હું અહીંથી જાઉં મુજ ઘરિ.૮૧ ઈમ ચિતિને તગડે તેહ, હેલે અસંભવ દિઠો એહ; ઢોલીએ તવ બુદ્ધિ શી કરી, જે જે નૃપ પ્રમદાનાં ચરી. ૮૨ કાં કે પ્રભુ ઈશ્વર મહાદેવ, ઉમા-માત કાં જાઓ હેવ; મુજ આશા પૂરણ તું દેવ, હું અહનિશિ કરતિ તુમ સેવ. ૮૩ મેં અપરાધ નથી કાંઈ કર્યો, કાં એ ઠામ તમે પરિહર્યો, ઈમ કરતી કેડે 'ઉજાય, પાછી વળી નિસાસા ખાય. ૮૪ ઘણું ધ્રુજતાં ઢેલે કહ્યું, કહે એ કુણ મંદિરથી ગયું? કહ્યું ગયું ને સીધાં કાજ, તે પહાળી વિણસાડ આજ. ૮૫ હેલે કહે રીસ કાં કરે, વાત હોય તેવી ઊચરે; એ ઈશ્વર માતા-પાર્વતી, હું એની સેવા સારતી. ૮૬ માહરી ભગતિ પ્રીયાં એહ, ઘર આપણે રહ્યાં સ્વયં દેહ; આજ અધર્મક તમે ઘણે, નૈવેદ્ય ભાગ ભળે એહતણે. ૮૭ વળિ ખાધું અણધોયે પાય, તે ભણી એ છડી ગયાં ઠાય; ઈશ્વર એ મોટા મહાદેવ, વિણ આદરે ન રહે ક્ષણમેવ. ૮૮ તું તે રેબડ મૂરખ મૂલિ, મહારૂં રળ્યું મળ્યું તે ધૂળિ; હેલે કહે ચૂક મુજ પી, હવે એ કિમ આવે બાપુડી? ૮૯ હવે એ આવે સ્થાને ફ્રેક, એહને પૂજે પરખી લેક; મહાપૂજા બહુ ભગતે કરાય, તે કદાચ આવું થાય. ૯૦ મહાપૂજા કિમ કીજે ભણે, કંત દ્રવ્ય તિહાં બેસે ઘણે; આપણે ઘર તે ત્રેવડ નથી, ચાલું પરદેશે આંહીથી. ૯૧ સ્ત્રી કહે વાત ભલી એ કરી, લા દ્રવ્ય વિદેશ ફરી; મહાપૂજા પછિ કીજે વળી, જિમ ઈશ્વર ઘર આવે રૂળી. ૯૨ સ્ત્રીએ ઈમ જલપ્યું તે હૂડ, પણ તેણે કાંઈ ન જાણ્યું કૂડ; ૧ દોડે. ૨ ન થવા જેવી. ૩ ચરિત્ર. ૪ દોડી. ૫ ખેડુત– મજૂર. ૬ સંતોષ્યાં. ૭ બોલી–કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy