________________
સ્ત્રીચરિત્રની સરસાઈ (૪૫) કાં આજ ત્રટકે સેલડુંત વદે, ઠામ નથી શું તાહરૂં હું,
હું આ તાહરા મેહ ભણી, યે મુજ નાખે છે અવગણી. ૬૯ તારો વિરહ ઘડી નહી ખમું, કાંઈ પિરશે તુજ હાથે જિમું; વળતી ઢેલી બેલી ભાખ, તુજને ખાવાને છે રાખ. ૭૦ એટલે આ તસ ભરતાર, કહે કામિની ઉઘાડે બાર; ઢેલી કહે કિમ રાશિ આપ, એ જે આ તાહરે બાપ. ૭૧ તુસ તપતાં માંડયા તિણિ રાત, બાપુડી કિહાં મુજ કાને સાંત; કહે હેલી આ માહે ઓરડે, પ્રણે રખે આઘે જઈ અડે. ૭૨ મુહવડિ કરે રહ્યાને થાપ, ખૂણે એક મટે છે સાપ; સખણે બેસી રહેજે ઘાડ, ઉઘાડયાં ઈમ કહી કમાડ. ૭૩ તવ આહિર તે બે ઈર્યું, તે ધાન રાંધ્યું છે કિશું; મુજને ભૂખ લાગી છે ઘણી, જિણે હું બેસું જમવા ભણી. ૭૪ અત્યારે આવું કિહાંથી ધાન, હીએ તુમારે નહીં કાંઈ સાન; રેટલ હવે કરિશ હું સહી, કામ હુવે તે આવે જઈ. ૭૫ તિણે કિહી જોતાં દીઠી ખીર, તવ તે ઢલે બે ધીર,
ખીર ભરી છે આવડી ત્રાટ, જિમવાની ના કહે શા માટે ? ૭૬ સ્ત્રી કહે પર્વ દિવસ છે આજ, ખીર કરી છે નિવેદ કાજ; લાવને હું નૈવેદું એહ, ઈમ કહી જિમવા બેઠે તેહ. ૭૭ નાટકિયે તે ઓરા માંહિ, ક્ષુધા ઘણી ચિંતા ઉપાય;
તે તિલ ખાવા લાગે જામ, કરકરી બહુળી પ્રગટી તા. ૭૮ રજ ફેંકીને દેથા ભરે, તવ સેલહું વિમાસણ કરે;
ફૂફૂઆડા મૂકે સાપ, હવે ખાધા ઈણિ લાગું પાપ. ૭૯ વળિ વિમાસી મન વારતા, એક વાર રહિયે જીવતા;
પછિ હશે તે છે પાધરું, હવે અહીંથી સરખાં કરૂં. ૮૦ ઇશુ વિમાસિને તે પળે, તવ તે નાટકીએ ખળભળે;
૧ થાળ. ૨ જેઠી-ધૂળ. ૩ ભાગે-નાઠે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org