________________
લગ્નવિધાન,
( ૩૧ ) રૂપસુંદરી કુંવરીને તદા, 'ઊગટી નહણ કરાવી મુદા છે
૫હિરાવ્યા સઘળા શૃંગાર, કરિ જાણે લખમી અવતાર. ૧૮ માંહિ માહેરા કુંવર પાસ, બેસારી કુંવરી ઉલાસ ,
જોશી વરતે વેળા ખરી, ધવળ દિયે ગોરી મદ ભરી. ૧૯ વરવહૂ કરમેળા થયે, સજન વર્ગ સઘળે ગહગો; . .
સાખિ અગ્નિ કર્યો તિણિ વાર, હરખે વરસ્યાં મંગળ ચાર. ૨૦ વા શુભ કંસાર કપૂર, આરે વર વહુ સુખપૂર;
કરમેચને દીધાં ધન કેડિ, સેમદેવે ન લગાડી એડિ. ૨૧ -વહુ લેઈ વર ઘર આવિયા, માએ મેતીડે વધાવિયા,
મનહ મને રથ ફળિયા સવે, કરિ ઉમંગ ઉત્સવ નવનવે. ૨૨ વેવાઈ સવિ રાખે રીતિ, તિમ કીધું જિમ વાધે પ્રીતિ; : નિત ગૌરવ નિત જમણવાર, કર્યા વરઠીના વ્યવહાર. ૨૩ કેરહિતે પિઢાં પક્વાન્ન, અઊ ઊત્તર કીધે અસમાન
એક ચૂક ન પડી વિવાહ, તસ ઘર ઉત્સવ સદા પ્રવાહ. ૨૪ દેવાંગણું કરિઉં વિસ્તાર, નિજકુળ રીતિ સકળ સંસાર;
સંઘપૂજ સાધર્મિક ભક્તિ, સવિ સાચવી મને હર યુક્તિ, ૨૫ રૂપચંદ રૂપસુંદરી એહ, સરખી જેડિ વધારે નેહ, બિહુ ચતુર બેહુ ગુણવંત, રૂપવંત બે ભાગ્યવંત. ૨૬ રૂપસુંદરી કુંવરી અંગ, ગુણ અનેક પરિ દીસે ચંગ;
કઠિન ઘણું હૃદયસ્થળ હોય, પણ તસ વચન સુકોમળ જે.૨૭ હીંડે સ્વસ્થ હંસની ગતે, પણ તે અછે દીપતી મ; ભમૂહ વક પણ સરલું ચિત્ત, ચપલ નયન પણ નહીં ચરિત્ર. ૨૮
શદરી તિમ પુષ્ટ "નિતંબ, જંઘ યુગલ જિમ કદલિ થંભ; કેશકૃષ્ણ પણ ગુણ ઊજળા, મુખ સંપૂરણ શશિની કળા. ૨૯ ( ૧ પીઠી ચોળી. ૨ નવરાવી. ૩ રૂપસુંદરીની ઉત્તમ ગુણવળી બતાવી છે. ૪ પાતળા પેટની. ૫ કુલાને ભાગ ૬ બે. ૭ કેળના થાંભા જેવી ચંડા ઉતાર અને સુંવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org