________________
માળવદેશ મહિમા પ્રાણે થીજનને પાય, તેહને ઉલ્લટ કૉન જાય. ૧૨ ચાપાં સરસ ચરે શેલડી, વાડી બહુ દ્રાખજ વેલડી, - સફળ વૃક્ષ ફળ લિયે સહુ ચડી, ન કરે કે આડી લાકડી. ૧૩ વસતી સીમ દિવસ રાતડી, કેઈ ન જાણે ભય વાતડી;
સદાકાળ કણ નિષ્પતિ વડી, પરદેશી કાઢે ભૂખડી. ૧૪ *વિપુળ વાસ સેરી સાંકડી, વદે ન કે ભાષા વાંકડી;
ગેરસ બહલ ભેંશ ગાવડી, ન પિયે કઈ છાશ રાબડી. ૧૫ દેશ ભલે જ્યાં ઘીની ઘડી, ગુળ સખર ગહું ગુળપાપડી,
સાકર સબળ ખાંડ થડ-હડી, સકળ વસ્તુ સુંધી કર ચડી. ૧૬ જિણ દેશે ન પડે ખૂબડી, ન કે પુરૂષ નારી સુંબડી; બેલે ન કેઈ"હીન ભાખડી, કામિની શિર સેવનરાખડી. ૧૭ પટેળીજ પહિરી પડવડી, રૂપે અવર દેશસ્ત્રી નડી; રયણજડી ઓઢી ઘાટડી, ચમકંતી ચાલે વાટડી. ૧૮ કુંળી કમળ જેમ પાંખડી, આણયાળી આંજી આંખડી;
શ્યામા કામતણી ઓરડી, પ્રિયશું રાસ રમે ગેરડી. ૧૯ દેશ ભલે જ્યાં નહીં ચારડી, પ્રીતિ ઘણી પણ નહીં કેરડી,
અંગ આભરણ ધરી મુદ્રડી, સઘળે સુવે નિચિંત નિદ્રડી. ૨૦ સીમ ન રહે અણખેડી પડી, રાય પ્રજાની વિધિ ચેપડી; ઉન્હાળે આંબા સાખડી, શીતળ જળ કમળ કાકડી, ૨૧ નગર સમાન વસે ગામડી, પાળે આણ રાય કામ;
સહ જળ સર કૂવા વાવડ, પૂજે પાય તાય માવડી. ૨૨ શ્રાવકજન મુનિપાએ પડી, લેઈ આરાધે વ્રત આખડી;
૧ છાર-ગશુ. ૨ વિશેષ વસ્તી ૩ પિકાર-ભૂખને પિકાર. ૪ કંજસ સ્વભાવનીતેબરે ચડ્યા જેવું હોં રાખનારી. ૫ ગાળમહેણાં ટોણું. ૬ લૂખી પ્રીતિ નહીં–ફક્ત મતલબ પૂરો પડવા જેટલી નહીં; પણ શિર સાટે જોડેલી પ્રીતિવાળાં હત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org