________________
રૂપચંદકુંવરરાસ, ગુરૂવિણ જીવ કુગતિ રડવડે, ગુરૂથી ઉચી પદવી ચડે, કેશીગુરૂ પ્રદેશીભૂપ, જિમ પડતે રાખે ભવપ. ૨૯ જેણે બાળપણથી ધૂ, માઈ પ્રમુખ ભણાવ્યા ગુરે;
જેણે જૈનતણી દેઈ દીખ, ઉત્તમ ધર્મ શિખાવ્યાં શીખ. ૩૦ જેણે દીધું સમકિતદાન, જેણે ભણાવ્યાં ગ્રંથાન;
જેણે શીખવ્યા વિનય વિચાર, જેહત માટે ઉપકાર. ૩૧ તે ગુરૂપય નિત જોઈપીજિયે, તેય ઉસકળ નહિ થીજિયે,
હું છું મૂઢ માનવબાળ, સુપ્રસન્ન હે સુગુરૂ દયાળ. ૩૨ કર્મ પાપને દૂર કરે, શ્રી અરિહંત ધ્યાન મન ધરે,
ભાવના બારે ભાવે સદા, સ્તવે એક જિનવર–ગુણ મુદા. ૩૩ મેઘતણી પરે વરસે વાણિ, રૂપ પુરંદર ગુણમણિ ખાણિ;
ગુણમંડણ સંયમી સુજાણ, નિત આરાધે જિનવર આણ. ૩૪ પદ પઢમક્ષર ઉત્તમ નામ, તે સહિ ગુરૂને કરિ પ્રણામ;
લહિ પ્રસાદ સૂધ સર્વને, મહેલી બેલ સકળ ગર્વ. ૩૫ આગે કવિજન હુઆ અપાર, તે સર્વેને કરી જુહાર વિબુધ સંત જાણે ઉપકાર, ફૂડું હોય ત્યાં કરે સાર. ૩૬ કવિતા કવિત કરી સહકે કહે, “કવિતભાવ તે વિરલા લહે, પસોઈ કવિત જેણે દુમિન દહે,–પંડિતજન પરખી ગહગહે. ૩૭ શારદ માત વીસ મુજ અંગિ, કરશું કવિતા રૂડે રંગ; સુણતાં સરસ સુધાબેલ, હર્ષતણ વધશે કલ્લોલ. ૩૮
૧ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લેકસ્વરૂપ, બધિદુર્લભ અને ધર્મભાવના આ બારે બાવના ભાવવી. ૨ નમસ્કાર–પ્રણામ. ૩ સંભાળી લેશો–સુધારી લેશો, ૪ ભાવના રહસ્યને સમજનારા મનુષ્યો કોઈક જ છે. ૫ શત્રુ સારી કવિતા જોઈને બળી મરે અને પંડિત આનંદમાં લીન થાય. ૬ મનને બોધ આપી–હૃદયને સુબોધથી વેધનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org