________________
(૪) રૂપચંદકુંવરરાસ, માત મયા કરી મુજને ઘણી, કર સુદષ્ટિ હવે સેવક ભણું,
સુવચન સરસ સુવિદ્યા આપ, વિબુધમાંહિ માટે કરિ થાપ. ૧૦ સરસતિ તૂઠી આપે રાજ, સરસતિ સંપૂરે સવિ કાજ;
જેહને મુખ સરસતિનો વાસ, તેહના સુર માનવ સવિ દાસ.૧૧ સરસતિ માને ઇંદ્ર દિણંદ્ર, હરિ હર બ્રહ્મ ચંદ્ર "નાગે; fષ દર્શન સરસતિ ગુણ ગાય, સઘળે વ્યાપી સરસતિ માય.૧૨ સરસતિ વિના ન દીસે કેય, જે જે જાણ ચતુર જે હોય; વિણ સરસતિ કો વયણ મ ભાખ, સૂત્ર ભગવતિમાંહે સાખ. ૧૩ અક્ષર નમે બંભીએ લિવી, તિહાં એ પુરિ સૂઅદેવી કવી; વીતરાગની વાણિ સાર, એક ચિત્તે ઓળખું ઉદાર. ૧૪ ચદે પૂરવ અંગે અગ્યાર, બાર ઉપાંગ મૂલસૂત્ર ચાર;
પ્રવર પ્રકીર્ણક છેદ વિચાર, ટીકા ચણિ ન લાભે પાર. ૧૫ સૂત્ર અર્થ જે અ છે અનંત, તે પણ સકળ ગમ્ય ભગવંત પ્રકરણ સાર સરસ સંબંધ, ચિત્ર ચરિત્ર અનેક પ્રબંધ. ૧૬ વદ છંદ વ્યાકરણ પુરાણ, ધર્મ-શાસ્ત્ર સાહિત્ય સુજાણ; લક્ષણ તર્ક નિઘ ટુ અપાર, નાટક શાટક ને અલંકાર. ૧૭ આગમ નિગમ ગ્રંથ સુવિશેષ, જ્યોતિષશાસ્ત્ર ગણિત નિઃશેષ; પિંગળ ગીત ભરહના ભેદ, લિપિ અષ્ટાદશ આયુર્વેદ. ૧૮ ષટુ ભાષા વિદ્યા નવનવી, મંત્ર યંત્ર કલ્પ માનવી;
સકળ શાસ્ત્ર ભારતી–ભંડાર, તે વિણ કિણે ન લાધે પાર. ૧૯ શબ્દ નથી કે “શારદ વિના, સકળ ગ્રંથ શારદ–સ્થાપના જેહને તૂઠી વાણિમાત, ૧°તિહું ભુવને તે થયે વિખ્યાત. ૨૦ - ૧ પંડિત. ૨ સર્વ કાર્ય પૂર્ણ કરે. ૩ દેવ માનવ વગેરે બધા જે વિદ્વાન હોય તેના સેવા કરનારા થાય છે, કેમકે જગતમાં વિધાનું મહા માન છે. ૪ સૂર્ય. ૫ વાસુકી સાપ વગેરે. ૬ જૈન– બૈદ્ધ–શિવ-ચાર્વાક–વેદાંત-સાંખ્ય. ૭ મૃતદેવી. ૮ સરસ્વતિ વગર૮ સરસ્વતિ. ૧૦ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org