SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૮) હરિબળમચછી રાસ(ાળ ૩૨ મી-દેશી કાગળીઓ કરતાર ભણી શીપરે લખુર) ઇમ હરિબળરાજા ઉપગારી થયોરે, કરૂણાવંત કૃપાળ; લેકતણા દુખ દેખી નવી શકેરે, તે ભાંજે તતકાળ. ઈમ. ૧ કાન માનશું આપે દુખિયાં લોકને રે, માંડયે શત્રાકાર લક્ષમી પામીને ખરચે નહીં, ધી તેહને અવતાર. ઈમ. ૨ લક્ષમીચંચળ વાદળ સારિખીરે, તેહશું કિશે સનેહ, વાર ન લાગે એહને જાવતારે, કેઈની ન થઈ એહ. ઈમ. ૩ કરપી થઈ કાઠે કર ભીડશેરે, ધરશે ધરણું મઝાર; સાપ થઈ ભમશે તે ઊપરેરે, તિર્યંચને અવતાર. ઈમ. ૪ એહવું જાણું પરિબળ લાહો લિયેરે, પુણ્ય ભરે ભંડાર સાતે ક્ષેત્રે વાવે ઉલટ આણીને, સફળ કરે અવતાર. ઈમ. ૫ ઈમ કરતાં મુનિ આવ્યાપુર ઉદ્યાનમાંરે, વંદણ પતે રાય; ધર્મતણી દેશના સાંભળી વૈરાગિયેરે, પ્રણમી ગુરૂના પાય. ઈમ, ૬ ઘેર આવીને રાજ્ય દિયે નિજ પુત્રને રે, ત્રિણ નારી સંઘાત; ગુરૂ પાસે ચારે દીક્ષા ગ્રહી, પાળે પ્રવચન માત. ઈમ. ૭ પંચમહાવત ળેિ મુનિવર ઊજળા દેણાવે નિર્મળ ધ્યાન, તપ જપ સંયમ કર્મ ખપાવિયારે, પામ્યાં કેવળ જ્ઞાન, ઈમ. ૮ આયુ સંપૂરણ કરી મુગતે ગયાંરે, પામ્યાં શાસયડાણ એ હરિબળને ચરિત્ર ભવિક મન ભાવજોરે, ધરજે જિનવર આણું. ઇમ. ૯ ૧ દાનશાળા. ૨ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, જિનમંદિર, બિંબ ભરાવવા એ સાત ક્ષેત્ર. ૩ ઈચ્ય સમિતિ, ભાષા સમિતિ, એષણું સમિતિ, આદાનમત્તભંડનિક્ષેપણ સમિતિ, પારિકાપનિક સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુર્તિ એ આઠ પ્રવચનમાતા. ૪ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, એઓને સર્વથા ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy