SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહીમાના દીકરાનું કૃત્ય. ( ૩૮૩) હવે ચિંતવતાં વિધિ સમે, આ વાસર તેહ, જે દિન માછી દેહરે, માહે રહે છે જેહ. ઊઠ કુવર ઉતાવળે, મનમેં થઈ ખુશાલ; કુંવરીને મન ઉદ્ભસ્યા, જાણે થઈ નિહાલ ! (ઢાળ ૫ મી-બેડલે ભાર ઘણે છે રાજ-એ દેશી ) શેઠપુત્ર મનમાંહે વિચારે, બોલ દિયે મેં તેહને, પિણ મેં તે અવિચાર્યું કીધું, એહવું ન ગમે કહેને. એહવું કામ ન કીજે જીવ, જગમેં અપયશ લહિયે. જે પરદેશે નીકળી જાશું, લેઈ રાજકુમારી; તે મારે સહુ કુટુંબ કબીલે, રાજા નાખે મારી. એ. ૨ હું કુળમાંહિ કપૂત કહાઉં, કુળને કલંક લગાઉં; હું તે મારે સ્વારથ સાધુ, પિણ કુળહીણ કહાઉં. એ. ૩ શાહુકારતણે હું બેટે, કુમતિ કિસી મુજ આઈ; ઉત્તમ કુળ આચાર નહીં એ, લહિયે કેમ ભલાઈ ! એ. ૪ શાધિપ તે સ્વામિ કહિયે, તેહની ચોરી કરિયે; સ્વામિહીને ભલે ન થાએ, તે કિમ એ આચરિચે? એ. ૫ ચારી જારી એ બે જગમેં, નીચે શીષ ઘલાવે, કિરતે લાજે સહુકા તેહને, આંગળિયે દેખાવે. એ. પરનારીશું પ્રેમ કરે છે, મનમેં ધરી ઉછરંગ; સુખને કાજે માંહિ પડે જિમ, દીવામાંહિ પતંગ. એ. ૭ પરનારી વિષવેલિ સરીસી, તેહની સંગતિ કરશે; તેહની સંગતિનાં ફળવિરૂવાં, તેને સુખ કિમ લહિશે?! એ, ૮ દશશિર વીશ ભુજા છેદાયાં, રાવણ-લંકાસ્વામિ; ૧ દિવસ. ૨ રાજા. ૩ ધણુથી દો કરનારનું. ૪ છિનાળી. ૧ નઠારાં. - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy