SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૨) નળદમયંતિ-રાસ અણસણ પાળી નિરતિચાર, પાપે હમેં સુર અવતાર; ધનદ નામે ભંડારી થાય, લોકપાલ ઉત્તર દિશિરાય. ૧૨ દવદંતી મટી મહાસતી, સતીમાંહિ તે મોટી સતી; ચારિત્ર પાળી અણસણ મૂઇ, ધનદતણે ઘર દેવી હુઈ. ૧૩ (દુહા-) તે દેવી તિહાંથી ચવી, પુર પઢાલ નિવાસ; હરિચંદ રાજા રાજીઓ, પૂરે પ્રજાની આશ. તે નૃપ ઘર બેટી હુઈ, કનકવતી તસ નામ; અન્યદા તિણ રાયે રચે, સ્વયંવર અતિ અભિરામ. ૨ ધનદ લેકપતિ આવીએ, ધરતે પ્રીતિ અપાર; કનકવતીને પરણિયે, યદુ વસુદેવ કુમાર, બારવતી નગરી જઈ, વિલસે સુષ્મ અશેષ, અન્યદા ભરતેસર પરે, ભાવન ચડી વિશેષ. ભાવ બળે કર્મ ક્ષય કરી, પામી કેવળ સાર; કનકવતી મુગતે ગઈ, પામી સાખ્ય અપાર. તે પણ ધનદ સુરેસરે, પામી સમકિત સાર; આપણુપું અજાલીને, લહશે *નર અવતાર. ભવ થેડામાંહિ અબૂઝશે, લડશે શિવપુરરાજ, ઈમ જાણી ઉત્તમ તુલ્લે, સારો આતમકાજ. દાન શીળ તપ ભાવના, ચિહુ પરિ જિનવર ધર્મ, પામીને આરાધજે, લહેજે અવિચળ થશર્મ. ૧ સુધર્મ નામના પહેલા દેવલોકમાં દેવતા થયા. ૨ નાશ કરીને. ૩ આત્માને નિર્મળ કરીને. ૪ મનુષ્ય જન્મ. ૫ પ્રતિબોધ પામશે. ૬ મોક્ષ. ૭ સુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy