________________
(૩ર) નળદમયંતિ-રાસ, અંબ ચલણ નળ સંગ તુહ, પંખી પડયો નિરધાર; કુબર પડીઓ રાજથી, આજ મળે ભરતાર.
(ઢાળ પાછળથી ચાલુ) : પળે પહત દધિપન્ન રાય, ભીમરથ ભૂપ તે સનમુખ જાય; દધિપન ઘર ભીતર જવ આવે, સ્વયંવર અણદીઠે દુખ પાવે.૧૨ દધિપન પ્રતે પૂછે નૃપ ભીમ, પંથ ઘણે આવ્યા તુમે કિમ?
અધિપન કહે અમ ઘર છે સૂઆર, સકળ કળા ગુણ રયણ ભંડાર.૧૩ તિણે આણ્યા અમે રાય નુરત, ભમી ભણે દધિપન સુણે સંત;
સૂરજપાક રસાઈ કરાવો, વંછિત કાજ સેવે તમે પાવે. ૧૪ કહે હુંડક દહિલા અમે આવ્યા, ભીમી સ્વયંવર જોવા આવ્યા;
પહેલો સ્વયંવર ઉત્સવ કીજે, “રસવતી સ્વાદ પછે નૃપ લીજે.૧૫ ભીમ કહે “સુરપતિ જે આવે, ભીમને ચિતે તેહ ન ભાવે; તે બીજા નર સુર કુણ રાય, નળ વિણ અવર સવે નાર ભાય. ૧૬ જે તે દધિપન અમે આજ, તેહ કહેશે કૂબડ છે કાજ;
સૂરજપાક રસેઈ કીજે, આરોગી સહ જણ જિમ રીઝે. ૧૭ તવ તેણે રસવંતીની પાઈ “જાસક જિમી બા સહુ મન ભાઈ, રસવતી સ્વાદ પરીક્ષા પામી, કહે ભીમી એનળ મુજ સ્વામી. ૧૮
(દુહા) કહે ભમી રાજન સુણે, સૂરજપાક રસાઈ; નળ વિણ બીજે માનવી, જાણે કદી ન કેઇ.
(ચોપાઈ.) હંડક આ કુંડન પુરે, દધિપન સાથે પુહ ઘરે; મુની મેઘરાજ એણી પરિ કહે, પંચમ ખંડ સમાપ્તિ લહે. ૧
ઇતી શ્રી નળદમયંતી રાસ વિષે પાંચમે ખંડ સંપૂર્ણ ૧ દરવાજે. ૨ દેખવામાં ન આવતાં. ૩ મનમાં ઈચછેલાં કાર્ય-કામ. ૪ રસોઇ. ૫ ઇંદ્ર. ૬ બીજા બધા. ૭ તૈયાર કરી. ૮ જમવાની ઈચ્છાવાળા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org