________________
(૩૩૬ ) નળદમયંતિ-રાસ
કહી મેં દુહવ્યા હશે, તેહી ચિતડું વાળેરે. આજ. ૯ આંખે આંસુ ઝરઝરે, ચિહુ દિશ ફરી ફરી જોય રે,
એકલડી ને દયામણી, સરલે સાદે રેયરે. આજ. ૧૦ આજ દવદંતી રેવે કરી, યું સહુ વનખંડેરે;
મેરે નાટક ઈંડિયું, મૃગલે તૃણના ખંડેરે. આજ. ૧૧ સુહણું સંભારે સુંદરી, આંબળડે નળ બળી રે, રાજ રમણિ સુખ સંપદા, તેણે કરી નિ ફળિયેરે. આજ. ૧૨ કૂબર ગજે ઉપાડીઓ, નળ તે ગયે રાજ મૂકીરે,
તે તરૂ ચઢી ભૂમિ પડી, હું પણ નળથી ચૂકીરે. આજ. ૧૩ એહવું સુપન વિચારતાં, ચીરે અક્ષર દીઠારે; વાંચે દવદંતી રહી, લાગે અતિ ઘણું મીઠારે. આજ. ૧૪
(દેહ). નિષધ નરેસર ઈમ કહે, સાંભળ હે ગુણખાણું;
હું પરદેશે જાઉં છું; કારણ ભણી સુજાણ. વડ હેઠળ જે વાટડી, તે કુંડિનપુર જાય;
ડાવી વાટે કેશલા, જિહાં તુજ ચિત્ત સુહાય. તિહાં તું જાજે કામિની, રહેજે મન ઉલાસ;
મન મહારૂં સેવક સમું, મેહલું છું તુમ પાસ. વાહલા કિમે ન વીસરે, વસતાં ઉવસે રાન;
સારા સમાં નિત સાંભરે, ખટકે સાલ સમાન. તું મત જાણે નેહ ગયે, હર વસંતે વાસ;
બેહ નયણું અંતર પડયું, જીવ કુમારે પાસ. દવદંતી હરખી સતી, પામી પીઉની સીબ, નળ અક્ષર નળ સારખા, માને તેહ પરીખ.
૧ કયારે પણ મેં દુભવ્યા હોય તો પણ. ૨ મુક્તકંઠથી લાંબે ને કરૂણું ભર્યા સાદથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org