SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૪) નળદમયંતિ-રાસ, રાજનજી ચાલે નિષધ રેશ, અમે જઉં અમારે દેશ; તમે ધરજે પ્રીતિ વિશેષ. રાજન, ૨ નિષધ પઠાબે ઘણે આડંબરે, પહેરાવ્યું સવિસેન; રાત્રિ ત્રણિ લગે સાથે, વેળાવા જાય ભીમશાસેન. રાજન. ૩ વળતી શીખ દિયે તે માતા, સાંભળ હે વર પુત્રિ ! સાસૂ સસરા વિનય મમૂકે, રખે કે પ્રિયુ ભત્તિ. રાજન. ૪ દવદંતી માય બાપ નમીને, બેઠી નળ-રથ જાય; ઉચછક ચાલે નિષધ-રેસર, દીહ રાત ન ગણાય. રાજન. ૫ રાત અંધારી વાટ ન દીસે, પ્રગટ કરે દવદંતી; તિલક અને પમ સૂરીજ સરખું, તેણે વાટ દીસંતી. રાજન. ૬ ગજમદગંધે ભમરે વીંટ, કાઉસગિ છે મુનિ એક; નિષધ-નરેસર સવિ પરિવારે, વાંદે ધરી વિવેક. રાજન. ૭ કેશલ–નગરે આવ્યા નરવર, વર્તે ધર્મ અપાર; તરિઆ તરણુ ઘર ઘર મંગળ, ઉછવ વિવિધ પ્રકાર. રાજન. ૮ વિનય વિચક્ષણ વહુ વર દેખી, રંજે સવિ પરિવાર; નળ સાથે સુખ સંપત વિસે, બહુ જ પ્રીત અપાર. રાજન. ૯ (દહા) રાજ કરતા નિષધને, દેશે ન “ઈતિ લગાર; દેવ ગુરૂ ધર્મ સાચવે, સુખી વરણ અઢાર એક દિન નરપતિ ચિંતવે, એ સવિ પુણ્ય પ્રમાણે, રાજ અને પમ ભેગાવું, સવિ માને મુજ આણ. ૧ શિખામણ. ૨ ઉત્સાહપૂર્વક જલદીથી. ૩ દિવસ. ૪ દમયંતીના કપાળમાં સૂર્ય સમાન તેજ પ્રકાશનું તિલક વિધમાન હતું તેથી. ૫ ઇતિ ૭ પ્રકારની હોય છે. તે એ કે હદ ઉપરાંત વર્ષાદ થવો, વર્ષાદની અછત, તીડની પેદાશ, રાજ્ય ભય, પર સૈન્યનો ભય, ઉંદર વધારે, અને પિપટ વગેરેથી ધાન્યને નુકશાન પહોંચવું એ ૭ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy