________________
કવિ પોતેજ, શ્રીનવતત્ત્વરાસ કે જે ખંબાતમાં ૧૯૭૬ કાતિક વદ ૦)) રવિવારે પૂરે કર્યો છે તેમાં, શ્રીવિજયાનન્દસૂરિના શ્રાવક તરીકે પોતાના પિતા હિરાજ સંઘવીને જણાવે છે. તે ઉપરથી વિજયસેનસૂરિ ઘણીજ ન્હાની વયમાં ધર્મશિક્ષાદિને અંગે ગુરૂ તરીકે હોય એમ સંભવે છે અને આ સમર્થ પુરૂષ આવા ઉપકારને ઉલ્લેખ કર્યા વગર રહે એમ પણ માનવા મને સંકેચ ધારણ કરે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમાચાર્યના કરેલા ત્રિષષ્ઠિશલાકાપુરૂષચરિત્રના પહેલા પર્વમાં શ્રીકષભ અને ભરતચરિત્રમાંથી આ રાસ રચ્યાનું કવિ જણાવે છે – “હમ; ચરિત્ર કરે ઝાષભનું એ, આણી મન ઉલ્લાસ; સેય સુણું વળી મેં રમ્યા એ, ભરતેશ્વર નૃપ રાસ.૧૩”પાનું ૯૮
ભરતબાહુબળી નામના બીજા ત્રણ રાસાએ રચાયેલા જાણવામાં આવ્યા છે. એક શ્રીગુણરત્નસૂરિએ, બીજે શ્રીજિનસાધુએ, અને ત્રીજે કવિ તેજવર્ધને.
જયાનંદકેવળી, શ્રીવાનાકવિએ રચે છે. વાનાકવિ કોણ હતા તે બરબર જાણી શકાયું નથી. છતાં પણ અટકળથી તેઓ “સેનપ્રશ્નમાં વાનરષિના નામથી પ્રશ્નકારક હોવાનું અનુમાન કરી શકાય છે. તેઓની કરેલી બીજી કૃતિઓ પણ પ્રસિદ્ધિમાં નથી કે જેથી તેઓ કોણ હતા એ સ્પષ્ટ સહેલાઈથી જણાઈ આવે. જે આધાર છે તે આ રાસનેજ છે. રાસાંતે અને ઠેકાણે ઠેકાણે તેઓ, શ્રીવિજયાન દ ગુરૂના ગુણગ્રામ કર્યું છે. અંતમાં જણાવે છે કે
આ જાજરમાન પા જે ભાણુ, - વિજયાનંદ ગુરૂ ગુણની ખાણું. ૧૪૦.” પાનું ૨૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org