SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૮) સુરસુંદરી-રાસ, (ઢાળ) જિમ વધે ૫ખ ઊજળે, ચંદ્રકળા સુવિશાળજી; તિમ ગુણ રૂપ લાવણ્ય કળા-સાથે વાધે બાળજી, (કૂટક). સા બાળ વાધે સુખ સમાધે સખ વર્ષ જવ હવી, તવ કળાચારજ પાસ જનકે કળા ગ્રહવાને ઠવી. નૃત્ય ઔચિત્યાદિ એસઠ કળા જે આકમિનિટણી; તે કળા શીખે સા સરીખે સાથ પ્રીતિ ધરી ઘણું. ૪ ૧ કળા શીખવનાર માસ્તર. ૨ પિતાએ. ૩ કળા હાથ કરવાને માટે. ૪ સ્ત્રીઓની ચેસઠ કળા એ છે કે નાચવાની ૧, સમય પારખવાની ૨, ચિત્રની ૩, વાજીત્રની ૪, હાભાના વિચાર જાણવાની ૫, તંત્ર પ્રગ જાણવાની ઉં, વર્ષા જ્ઞાનની ૭, વૃક્ષનાં ફળ ચુંટવાની ૮, સંસ્કૃત ભાષાજ્ઞાનની , ક્રિયા કેળવવાની ૧૦, જ્ઞાન રહસ્યની ૧૧, વિજ્ઞાન જાણવાની ૧૨, કપટ કેળવવાની ૧૩. પાણું થંભાવવાની ૧૪, ઘરના આચારની ૧૫, ગીત ગાવાની ૧૬, તાલ સમજની ૧૭, આકાર ગોઠવવાની ૧૮, ઝાડ રોપવાની ૧૮, કવિતા કરવાની ર૦, વક્રેતિથી બેલવાની ૨૧, પુરૂષ લક્ષણ પારખવાની રર, હાથીનાં લક્ષણ ઓળખવાની ૨૩, પડાનાં સુચિન્હ કુચિન પારખવાની ૨૪, સુગંધ પારખવાની ૨૫, ઉત્પાત બુદ્ધિની ૨૬, શકુન વિચારની ર૭, ધર્મના આચારની ૨૮, અંજન આંજવાની ૨૪, ચૂર્ણ બનાવવાની ૩૦, ગૃહસ્થાશ્રમ ધર્મ જાણવાની ૩૧, હામાને પ્રસન્ન કરવાની ૩૨, કિમિયાની ૩૩, ધાતુ વૃદ્ધિ પ્રાગની ૩૪, વચનચાતુરીની ૩૫, હાથ સફાઇની ૩૬, સુંદર ચાલ ચાલવાની ૩૭, સુગંધી તેલ બનાવવાની ૩૮, ચાકરને સંતુષ્ટ રાખી કામ લેવાની ૩૯, વ્યાકરણ જ્ઞાનની ૪૦, વાતનું નિરાકરણ કરવાની ૪૧, વીણ વાદની ૪૨, વિતંડાવાદ-લડાઈ કરવાની ૪૩, આંખ જોડી જાણવાની ૪૪, ઘડે ભગાડી જાણવાની ૪૫, સોગઠાના પાસા નાખવાની ૪૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy