________________
કામીજનાં કુકૃત્ય, (૨૪૩) તુજ મારિવા ભણી વાલિભ, રાજન ઘણું કરેસિ દંભ,
સાવધાન થઈ રહિ નાહ, એ ભૂપતિને પ્રીછ માહ. ૧૧ સિંહભૂપ માર્યો સાંભળી, રાજન મંત્રી વિચાર્યું વળી;
ઝઝિ મારી ન સકે કુણે, દૂધ અણુ વાધિણી તણું. ૧૨ એહવે મંત્ર વિચારી જામ, કુંવરે ભૂપતિ ભેટ તામ; રાજન કહે સુણે વછરાજ, તુણ સરિખું છે એક કાજ. ૧૩ નિબળ થયું છે અહ્ય શરીર, આણવું જોઈએ વાઘિણું ખીર,
ભૂપતિ આયસ અંગીકરી, પહતે ઘર કહે વિદ્યાધરી. ૧૪ આજ વળી કાંઈ દીધું કાજ, તમે કિમ જાણે કહે વછરાજ, રાતિ દિવસ તુમ રક્ષાતણું; કેડ ન છાંડું ખિણ તુમતણી. ૧૫ કામિણ કહે સુણે ભરતાર, વાઘિણિ દૂધ આણિવા વિચાર;
અશ્વસ્વરૂપિ તમે યક્ષે ચડી, પહુચે જિહાં અટવી છે વી. ૧૬ અમમાતા કેરી જે સહી, વાઘિણિ રૂપે દ્રષ્ટિ રહી;
એહ યક્ષે એલખસિ તેહ; દૂધ આપતિ હરખ ધરેહ. ૧૭ કામિણિતણ વાણી તે સુણી, પહુતે કુંવર અટવી ભણી; દેવતિ દેખી સઈ કુમાર, જમલે જઈને કરે જુહાર. ૧૮ અશ્વકરી લખિયે કુમાર, મુજ સહીઅર-બેટી ભરતાર,
સુલલિત ભાખિ કહે હસામિ, “આયસિદિએ પહતાયે કામિ ૧૯ કુંવરે તે જ વૃત્તાંત, દેવતિ કહે થાઓ નિશ્ચત;
એક વયણ અહ્મારૂં માનિ, “છાળીની પરિ સાહ્યો કાનિ. ૨૦ કુંવરે તે સાહી વિધિણી, પતે જિહાં માળવને ધણું,
સ્વામિ દૂધ જોઈએ જેટલું, વાધિણી દેહી લિયે તેટલું. ૨૧ તવ તે વાઘિણિ અતિ વિકરાળ, વળગે સવિહું નર દેઈ ફાળ;
૧ કપટપ્રપંચ. ૨ નાથ. ૩ વાઘણનું દૂધ. ૪ હુકમ. ૫ દેવતા ઉપર-વાહને. ૬ જંગલ–વન. ૭ મનપસંદ-મીઠી-મનોહર. ૮ હુકમ. ૮ બકરી. ૧૦ ભયંકર વકરેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org