________________
(૨૪૦) વચ્છરાજ દેવરાજ લંપટ નર કેરી ગજઘટા, તસ હણવા કરી કેસરિઘટા. ૨૮ રત્નજડિત કુંડલ જલહલે, જાસ તેજિ શશિ રવિ ખલભળે,
પહિર્યા દેરહાર સીંગાર, જાણે લચ્છિતણો અવતાર. ૨૯ કામીતણે ગર્વ ભાંજતી, નયનબાણે જનમનવધતી, કવિ કહે ઘણું વખાણું કિસિ, રૂપે કરી “રંભા ઉરવસી. ૩૦ મયગલતણી પરિ માહલતી, હંસતણું પરિ ગતિ ચાલતી, તિણ થાનક તે આવી જામ, રાજનને મન પયડી તામ. ૩૧ શ્રીદતા મુખે મધુરી ભાખ, પ્રીસે અંબ તણી બહુ શાખ;
માંડ વડાંતણી નહીં મણ, પ્રીસે કેલાં રાયણ ઘણ. ૩૨ રત્નવંતી અતિહિંસુરસાલ, પ્રીસે રાય ભેગને સાલિક
મંડરા મગ કેરી દાળ, ઉપરિ મેહેલે ઘીની નાળ. ૩૩ કનકવતતણા ગુણ ઘણ, નવ નવ પરિ પ્રીસે સાલણ; ટીંડૂરા ડેડી કાકડી, પ્રીસે પાપડ ડબકા વડી; પ્રીસે પૂરણ કેઠીબડાં, સાંગરિ કાચર ને રશીભડાં, ફૂલવડી ને સાલેવડા, આણી મેહે ભીનાં વડાં. કેઠવડી કારેલાં સાર. કાલીગડાં કરમદાં અપાર;
કરપટ કરણ ને ખાંડમી, રાઈતાં તે મે નમી. ૩૬ શ્રીદત્તા તે અતિહિં છેક, વળી વિવિધ સાચવે વિવેક,
સાકરવાણીનાં વાટલાં, મેહે આંબિલવાણું ભલાં. રતનવતી એ ડાહી સહી, અવસર જાણી ગીશું દહીં,
કૂર કપૂરે વાસ્ય લે, તેહ તો મેહત્યે કરબલે. ૩૮ કનકવતી રૂપવંતીનાર, પાડલવાસિત આણે વાર;
સવિ કવિની પૂગી મનરલિ, તતખણ આપે સેવન સળી. ૩૯ ઈમ પ્રીસતી દેખી બાળ, કામણિ વચ્ચે તે ભૂપાળ; વચ્છરાજ તવ પ્રગટિ વીર, કર લૂહેવા આપે ચીર. ૪૦
૧ લક્ષ્મી. ૨ રંભા કે ઉર્વસી અપ્સરા જેવી. ૩ હાથી.
-
-
-
-
- - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org