SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન વૃત્તાંત, (૨૩) મેહલ્યા સેવનમેં બહુ થાળ, કુંવર પ્રીસે રંગ રસાળ; મુખે બેલે નવિ મધુરી ભાખ, પહિલી ફલહલિ પ્રીસે દ્રાખ.૧૬ ચારોળી ખાંડેલું મિલી, મેહલી સાકર દૂધે ભળી; માંડી મરકી નેહે સમી, તે રાજનને મેલ્હી ગમી. ૧૭ નીલાં ટોપરાં ખારેકડી, ગુંદવડી અને ઈટડી; વાર વરસેલા વાટલી, ફલહલિ અવરજ પિરસી ભલી. ૧૮ કિસમિસઆદ્રાખડીયા ઘણસેઆની નહીં કે મણા; અવર જાતિના બહુ લાડુયા, મોટપણે જેસ્યા ગાડુઆ. ૧૯ અતિ વિસ્તર છાજા જેહવાં, અનુમાને ખાજાં તેહવા; પ્રીસે ફીણી ને સાકળી, તે પણ જિમતાં ગાઢી ભલી. ૨૦ સાત પડી ફણી પાપડી, તે પ્રીસતાં ન લાગે ઘ4; મેહલે ઘેવર ઘીશું ઘસી, પ્રીસી પંચધાર લાપસી. ૨૧ અન્નતણે જવ અવસર થયે, તવ કુંવર ઘરમાંહિ ગયે; સ્ત્રીને કહે હિવ પ્રસે તમે, હસિ તે જાણેલું અમે. ૨૨ કંતતણે જવ આયસ સુણે, તવ સઘળી સુંદરિ શિર ધુણે; વિણુ કારણ માંડી સંતાપ, સૂતે કાંઈ જગાડે સાપ! ૨૩ ઈમ રમણ મન ચિંતા ધરે, પ્રિય આદેશ ઓ શું કરે, તે રમણની રીતિ, નિતુ ચાલે પ્રિય કેરે ચિંતિ. ૨૪ વહે વિનય બીજા ગુણ ઘણું, બોલ્યા બેલ ખમે પિઉતણું; શીલ મહિમ જસ ઝલકે દેહ, સુકલીશું પ્રિય સરિસે દેહ. ૨૫ જિનવર ભગતિ કરે ઉલ્લી, ગુરૂ ગુરૂણીને હિયડે વસી; દાનવતિ મુખે મન ઊજળી, જાણે સાકર દૂધ ભળી. ૨૬ તે ત્રણે નવરંગી બાળ, ચતુરપણે નવિ ચૂકે ચાલ; ચિંતા ચિત્ત થકી પરિહરે, વેષ વળી સવિશેષે કરે. ૨૭ તિણ વેળા નવિ ખમે કેવિલંબ, વેણદંડ સમારે લબ, ૧ દાખ. ૨ પૂરી. ૩. હુકમ. ૪ ઢીલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy