________________
(ર૩ર) વછરાજ દેવરાજ રહે કુંવર દીવા છાંહડી, પહિલું વયણ પછે બાંહી,
ગોખે માગ આવતે દેખ, કાઢી ખડગ રહ્યા ભટ વેષ. ૫ હાથે વળિયાને આકાર, બિહુ ઔષધી છે અતિ સાર,
એકતણે મહિમા વિસ્તરે, મુખે ફેંકી ધુમાડો કરે. ૬ માનવ સેજે સૂએ જિહાં, કર આવીને ફરસે તિહાં;
દેખી ઈસે દુષ્ટ આચાર, કુંઅરે મેહ ખડગ પ્રહાર. ૭ કાપે કર વેદના અતિ ઘણી, પણ નવિ ટે દેવ તે ભણી;
હા હા કહી અને આરડે, હું "વંચી ઈણ કુઆરડે. ૮ વિતરડી રેતલી જાય, તવ કુંવર વળી પૂંઠે થાય;
ઘણેખરે સંપર્ક કરી, પાછા આવ્યે ઉલટ ધરી. કુંવર જવ હેલિચે ચડે, તવ દ્રપ્ટ બે વળી પડે; હાથે કરી બે વળિયાં લેય, બેઠો કુંઅર નહિ ઉઘેય. ૧૦ હાણાતણે સમય જવ હેય, કુંવરી બેઠી સામું જોય;
જીવતે દીઠે વછરાજ, મહમને રથ ફળિઓ આજ. ૧૧ એણે મુજ નિર્ગ કલંક, એણે હું કીધી નિશંક; ચિતે કુંઅરિ જે પરણેસ, ઈણિ ભવિ એહ ટાળી ન વરેસ. ૧૨ કરેજોડીને રાત્રિ વિચાર, પૂછે કુંઅરિ કહે કુમાર,
તિણે અવસરે દાસી આવે, દાતણ પાણી સુંદર લાવે. ૧૩ કુંઅર બેઠે દેખિ કરી, તતખિણ દાસી પાછી વળી, તિણે ઘેર આવીને કહ્યું, શેઠતણું મન અતિ ગહગહ્યું. ૧૪ પહુતે જિહાં બેઠે વછરાજ, ઉત્તમ તે કીધું અતિ કાજ; બેલે હીઅડે ધરી ઉત્સાહ, એ બેટીને કરે વિવાહ. ૧૫
૧ શૂરવીરના દેખાવથી. ૨ કંકણ-કડાના આકારે. ૩ તલવારથી ઘા કર્યો-ક્ટ માર્યો. ૪ બરાડા પાડવા લાગી. ૫ ઠગી. રાતની હકીકત. ૭ હર્ષ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org