SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ લાગે છે કે જૂની ગુજરાતી સંવત્ ૧૫૦૦ ના અંત લગી નહિ પણ સંવત્ ૧૬૦૦ના અંત લગીની છે અને તે પછીની ભાષાનાં ઘણાખરા રૂપે હાલની ગુજરાતીને મળતાં થયાં છે. જેથી તેને રા. કેશવલાલ ધ્રુવના કથન મુજબ આધુનિક અથવા અર્વાચીન તરીકે લેખી શકીયે આ રીતે જોતાં જે અપભ્રંશ ભાષામાંથી જૂની ગુજરાતી ભાષા ઉત્પન્ન થઈ તે અપભ્રંશના નિયામક-વ્યાકરણકર્તા એક જૈન મુનિ છે. તેમજ જૂની ગુજરાતીનું વ્યાકરણ રચવાનું માન પણ એક જૈન મુનિએ મેળવ્યું છે. એટલે ગુજરાતી ભાષાની ઉન્નતિમાં જૈનેને મુખ્ય હાથ છે, એમ કહ્યા વિના ચાલતું નથી. તેમજ સાહિત્ય પરિષદનાં અનેક સંમેલનમાં સૌથી વધારે પ્રતિષિત અને સૌથી વધારેમાં વધારે જવાબદાર વિદ્વાનોએ નરસિંહ મેહતાની પૂર્વના કેટલાક કવિઓનાં નામ અને કૃતિ રજુ કર્યા પછી નરસિંહ મેહતાને “ તુરતને માટે આપેલી જગા ઉપર હવે તેમને વધારે વખત કાયમ રાખી શકાશે નહિ, એમ અમને લાગે છે. કારણ નરસિંહ મેહતા ૧૬ મા (જન્મ સં. ૧૪૭૦ નજીક) શતકની સહજ પૂર્વે થયા છે. અને તે પહેલાના– નામ, કર્તા.. સંવત. (૧) શાંતરસ. શ્રીમુનિસુન્દરસૂરિ. ૧૪૬૦ નજીક (૨) આરાધના રાસ. શ્રીસોમસુન્દર. (૩) કલિકાલ રાસ. શ્રીહરાનંદસૂરિ. ૧૪૨૬ શિવદત્ત રાસ. શ્રીસિદ્ધસૂરિ. ૧૪૨૩ (૫) ત્રિવિક્રમ રાસ. શ્રીજિનોયસરિ. ૧૪૧૫ (૬) મયણરેહા(મદનરેખા).હરસેવક. ઇત્યાદિ રાસાએ પ્રાસ છેતેમજ ૧૪૫૦ » ૧૪૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy