________________
(૧૨) જયાનંદ કેવળી. મહેતાની સ્ત્રી બેહુ જેહ, કરે પ્રીસણાં મનસ્યું તેહ. ૮ રાજાનું મન વિહળ થયું, સ્ત્રી દેખી હઈડું ગહગાં; રાજા મંત્રી વિપ્રજ જેહ, નિજનિજ થાનક પહતા તેહ. ૯ રાજા કહે “વાડવ સુણ વાત, મહેતા સ્ત્રીની મેળે ધાત; નીતિશાસ્ત્ર માંહિ છે કહ્યું, સ્ત્રીરત્ન રાજાનું લહ્યું. ૧૦ એ બે સ્ત્રી તે રત્ન સમાન, તે તે આણે રાજાન; રાજા કહે નહિ માહરૂં કામ, એ નિ નહી મૂકું મામ, ૧૧ જે ઈમ કરૂં તે જાયે ધર્મ, કુળ લાજે ને હુયે કુકર્મ; ઈચ્છું ચિંતવી રાજા રહ્યા, પણ તે સ્ત્રીને ગુણે કરી “દહ્યા. ૧૨ વળી વિપ્ર માંડે પરjરા, મહેતા ઊપર ફૂડજ સંચ; તે સુણજે સહુએ મન શુદ્ધિ, મહેતા ઊપર ફૂડ કુબુદ્ધિ. ૧૩ સીમાડે રાજા છે એક, તેહસ્ય રાયને છે ઉગ; મહેતા નામે લેખજ લખી, દૂત એક પાઠ ઘરથકી, ૧૪ પીપંચ સેનું તસ દીધ, વાત વળી તે બીજી કીધ; તે સાહી આ સભા મઝાર, લેખ દેખાડે તેવાર. ૧૫ રાય વાંચી મહેતા કરી દીધ, મંત્રી કહે દુર્જન જન કીધ; રાજા વિપ્ર મળ્યા એકાંત, સ્વામીએ દીઠે વૃત્તાંત. ૧૬ એ મહેતે છે કૂડભંડાર, તાહરા રાજતણે ક્ષયકાર; એહની સ્ત્રી બે છે સુંદરી, તે મંદિર આણે ૧૨ શર્વરી. ૧૭ રાજાયે મોકલ્યા સુભદ્ર, મંત્રી બાંધી આ વિકટ્ટ; ૧૩ કઠપંજર ઘા મંત્રીશ, નારી બેહ ઘર લાવ્ય ઈશિ. ૧૮ તે મહેને તવ કાઉસગ્ગ કરે, શ્રી જિનનામ હૃદયમાં ધરે;
૧ પિરસવાનું કાર્ય. ૨ બ્રાહ્મણ. ૩ સંબંધ મેળવી આપ. ૪ મર્યાદા–લજજા. ૫ વિરહાનળ પકવો એ સ્ત્રીને ગુણ હોવાથી તે બળવા લાગે. ૬ જાસૂસ. ૭ મોકલ્યા. ૮ ૨૦ તોલા સોનું, ૮ કાગળ-દસ્તા વેજ. ૧૦ હકીક્ત. ૧૧ નાશ કરનાર ૧૨ રાતેં. ૧૩ લાકડાંને પાંજરામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org