________________
ભવન,
(૧૧) અતિખલ થતી મારગે વાએ, રાજા મંત્રી નિશ્ચળ થયા એ, રાજા મંત્રી સુખે રહેએ, વસ્તુસાર પુરોહિત ગહગહે એ. ૧૯ ભવ પહેલે એ જાણીયે એ, વળી આઘે સંબંધ વખાણીયે એક પુરોહિતનાસ્તિક જાણિયે એ, રાજા મંત્રી જિન ધર્મ આણિયે એક રાજા જિન ધર્મ ચિત્ત ધરેએ, તે વિપ્ર તણે મન ન વિસરે એ. ૨૦
(ઢાળ બીજી-દેશી એપાઈની.) એક દિન રાજા સભા મઝાર, વસુ પ્રોહિત પાસે મતિસાર, જૈનધર્મની કાઢે વાત, ભીની જેહની સાતે ધાત. ૧ થાપે ધર્મજ ઉલટ ઘણે, પુરોહિત ઉથાપે અવગણે નાસ્તિક મહિને તે છે ધણી, તે મંત્રી નાખે અવગણી, ૨ રાજા અપમા જેહ, કંઠે ગ્રહીને કાઢયે તેહ; ઘેર જઈને બેસી રહ્યા, રાજ સભાથી દૂરજ થયે. ૩ એક દિન રાય શિર દુઃખ થયું, પુરહિતને તવ તેડું ગયું; તવ તિહાં વિપ્રે કરી સમાધિ, રાજા કાને લાગે વ્યાધિ. ૪ મહેતા ઊપર માંડ્યું કુડ, શ્રાવકી વૃત્તિ તે સી બૂડ; કામશાસ્ત્રના લીધા મર્મ, કેકશાસ્ત્રના કીધા શર્મ, ૫ અનેક પરે તે પેસે કાન, થઈ શ્રાવક રજે રાજાન, કામ કેક વળી શાસ્ત્રજ જેહ, રાજા આગળ ભાખે તેહ. ૬ ઈણ અવસરે મંત્રી મતિસાર, કીધો જિન-પ્રાસાદ ઉદાર; ‘બિંબ પ્રતિષ્ઠા કીધી ભલી, સહુ જિમવા તેડયા મન રૂલિ. ૭ રાજા જમવા તેડ સહી, વસુ વિપ્ર તે આ વહી ,
૧ પ્રસન્ન ચિત્તવડે. ૨ શરીર અંદરના સાતે ધાતુઓ-રસલોહી-હાડ–મજજા–મેદ-માંસ-વીર્ય સુધાં જૈનધર્મના મર્મમાં રંગાઈ રસબસ થઈ રહી હતી. ૩ વાતને કબુલ ન કરે-વિરૂદ્ધ પ્રશ્ન ઉડાવે. ૪ નિંદા કરે અથવા બેપરવાહી બતાવે. ૫ આરામ. ૬ શ્રાવકની કરણી. ૭ જિનમંદિર. ૮ પ્રતિમા. ૯ આનંદયુક્ત થઈને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org