________________
ગુરુગુણમહીમા-ગ્રંથપ્રશસ્તિ, (૧૦૧) વરસ પાત્ર આષધ ને વસ્તી, શ્રુતભિક્ષા પિણ દીજેજી;
માત પિતાથી અધિક જાણુ, ગુરૂની સેવા કીજે જી. ભરત. ૮ ગુરૂ દેહરાસર ગુરૂ છે દીવે, ગુરૂ તરણીઅ મયંકેજી; ગુરૂ ચિંતામણિ રત્ન સરીખા, ગુરૂ દક્ષણાવર્ત શંખજી. ભ. ૯ કામધેનુ કલ્પદ્રુમ સરીખા, દેવ પટ્ટે આરહાજ; કામકુંભથી અધિક જાણી, નિજગુરૂના ગુણ ગાજી. ભ. ૧૦ નિજગુરૂ સ્તવતાં ફળ્યા મને રથ, ર ભરતને રાસજી;
આણંદ વિમળ સુરીશ્વર નામે, પહેતી મનની આશજી. ભ.૧૧ જૈનધર્મ જિણે જાતે રાખે, પડતાં રાખ્યા જંતજી; પૃથ્વી પરે પરિસહ ખમિયા, તે મુજ ગુરૂ ગુણવંતજી. ભ.૧૨ શુદ્ધ ગોચરી કરતા ફરતા, દેતા શુદ્ધ ઉપદેશજી;
ભવિક જીવ પ્રતિબંધ પમાડયા, કપટ નહીં લવલેશજી. ભ.૧૩ ભૂખ તરસ પરવચને ખમતા, કરતા ઉગ્ર વિહારજી;
જૈનધર્મ દીપાવા કાજે, ન કરે દેહની સારજી. ભરત. ૧૪ તાસ પાટે દિનકરથી અધિકે, વિજય દાનસૂરીજી; તિમિર-મિથ્યાત્વ દૂર ટાળિયાં, જિમ આકાશે ચંદેજી. ભ. ૧૫ તે નર મુક્તિતણા અભિલાષી, ગીતારથ મહા મોટાજી; મધ્યસ્થ વૃત્તિ ન કરે નિંદા, ઉપશમ રસના લેટાજી. ભ. ૧૬ શુદ્ધ પરૂપક સંયમ ધારી, દેશ કાળ લહે ભાવજી; દેવ નમી બેસે જસ આગે, મુનિ ન કરેજ સરાવજી. ભ. ૧૭ તાસ પાટે ઉદયે એક હીરે, હીર પટેધર નામજી; જિણે અકબરશાહને પ્રતિબંધી, કર્યા ધર્મનાં કામજી. ભ. ૧૮ જિણે સાગરથી જાળ કઢાવી, અજાતણે ઉગારેજી;
ગવરી મહીષી વૃષભ ને ભેંસા, તેહને કેય ન મારે છે. ભ. ૧૯ સસલા શેલા શૂકર હરિણ, હીરતણું ગુણ ગાય; ચકવી ચાતુક ચાસ ચારા, પ્રણમે જગગુરૂ પાયજી. ભ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org