SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ભરતબાહુબલી. બાહુબળ સરીખારે બંધુ, સુત આદિત્યયશા એ; ચેસઠ સહસ ઘર નારી, સેવક નૃપતિસા એ. રાજ્ય કર્યું બહુ કાળ, અંતે કેવળી એ; તપ કાયા નહીં કણ, પુન્યવેલી ફળી એ. ઊગી ઊગ્યા એહ, એને નિત નમું એ ધ્યાન ધરું મનમાંહિ, ભવદુઃખ નિસ્તરૂં એ. (દુહા) બહુ ભવ પાતિક છુટિયે, મુજ હુએ અતિ આણંદ શ્રી ગુરૂચરણપસાઉલે, સ્તવિયે ભરતનરિદ. ૧ (ઢાળ ૮૧ મી—શી કહેણી કરણીની–રાગ ધનાઢી.) ભરતનરિંદે ત્રિભુવનચંદે, કલ્પતરૂને કંદજી; શ્રી ગુરૂચરણ પસાએ સ્તવિયે, ગુરૂ નામે આણંદજી. ભ. ૧ ગુરૂવિણ પંથ કુપંથ ન લહિયે, ગુરૂવિણ જ્ઞાન ન હોય; ગુરૂવિણ ધર્મ અધર્મ ન જાણે, ગુરૂવિણ શુદ્ધ ગતિ નય. ભ. ૨ તત્ત્વભેદ ગુરૂવિણ નવ જાણે, ન લહે સાર અસારજી; ગુરૂવિણ જીવ અજીવ ન જાણે, ગુરૂવિણ ન લહે પારજી. ભ. ૩ ગુરૂવિણ ભક્ષ અભક્ષ ન જાણે, ન લહે પુન્ય ને પાપજી; ગુરૂવિણ કિરિયા કર્મ ન જાણે, ગુરૂવિણ બૂડે આપજી. ભ. ૪ ગુરૂવિણ અર્થ-વિચાર ન સૂઝે, ગુરૂવિણ ન ઘટે અંધારૂં જી; ગુરૂવિષ્ણુ ગુણ અંગે નવિ આવે, વચન ખંડાએ તાહરૂછ. ભ. ગુરૂ ભુજ હવે શિર ઊપર, તે નર કિહાયે ન હારે; વાદવિવાદ કરે પરદેશે, કુમતિ ઠંદ નિવારે છે. ભરત. ૬ તિણે ગુરૂની નિત સેવા કીજે, પદપૂછ ફળ લીજે; નિજ ગુરૂને નિજ મંદિર તેડી, અન્નપાન શુભ દીજે. ભ. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy