SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતબાહુબલી. (દુહા.) શ્રી આદીશ્વર વિચરિયા, ભરત વિચારે આપ; શત્રુંજય યાત્રા જઈ ધોઉં પૂરવ પાપ. સકળ સૈન્યને સજ કરી, લીધે બહુ પરિવાર, શ્રી શત્રુંજે આવિયા, ચકી ભરત ઉદાર. (ઢાળ ૬પ મી-જઈ લા બાંધવ પાણ-રાગ સામેરી.) ભરતચકી તેહ ઉદાર, શિરતિલક ધરાવે સાર; પ્રથમે ત્યાં સંઘવી થાય, શત્રુંજે ગિરિ ચાલી જાય. ૧ દીઠે શત્રુંજો નિજ દષ્ટિ, કીધી સેવન ફૂલે વૃષ્ટિ, મણિ મેતી ભર્યા બહુ થાળ, વધાવે શત્રુંજય ભૂપાલ. ૨ દિયે ત્રણ પ્રદક્ષિણ ત્યાંહિં, હર્ષ સબળ હૈડામાંહિં; નદી શત્રુંજીમાં ન્હાય, પછી પૂજ્યા જિનવર પાય. ૩ પછી ઇંદ્ર વચને ત્યાં થાય, જિનભુવન કરે નર રાય; તવ હરખે ભરતનરિંદ, મન ધરતે અતિ આણંદ. ૪ દીધે વાધિકને આદેશ, કીધે ચઉબારે પરશ; એકેકે બારે તું જેય, મંડપ એકવીશજ હેય. મેર થઈ ચારાશી, દીઠે પાતિક જાએ ન્હાસીક એક કષ ઉંચે પ્રાસાદ, વજ તરણ ઘેટાનાદ. સહસ ધનુષ પહેળે તે સાર, દેઢ કષ કર્યો વિસ્તાર; સાવ કંચનમય તે કીધે, ભરતે જગમાંહે યશ લીધે. ૭ મણિમય મૂર્તિ ત્યાં સાર, કીધી તાતની પ્રતિમા ચાર વળી મૂતિ કરી ચોરાશી, ગણધરની સેય પ્રકાશી. ૮ નમિ વિનમિ વિદ્યાધર દેય, વળી કીધી પ્રતિમા સેય; વળી બાંધવ જેહ નવાણુ, તેની મૂર્તિ મણિમય જાણું. હું નાભિરાય અને મરૂદેવી, ભલપ્રાસાદ શું મૂર્તિ કરવી, સુનંદા સુમંગળા સેય, બ્રાહ્યી સુંદરી બહેની દેય. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy