SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય મહિમા ( ૭ ) ( દુહા ) બહુ ઠકુરાઈ ભરતની, અદ્વિતણે નહીં પાર; જાતે કાળ જાણે નહીં, ઈદ્રત અવતાર, ઈણ અવસરે વધામણી, આવી તિહાં અત્યંત; નગરી અયોધ્યાને વને, પહેતા શ્રી ભગવત. (ઢાળ ૬૪ મી-દશી શાળીભદ્ર માહિ-રાગ આશાવરી સિંધુઓ. ) શ્રીજિન આવીરે ત્યાંહિ સમોસર્યા રે, સમવસરણ તિહાં થાય, સકળ સેનારે ભરત લેઈ કરી, પ્રભુને વંદન જાય. શ્રી. ૧ ત્રણ પ્રદક્ષિણરે દેઈ વાંદરે, સ્તવતે ભરત નરિદ; શત્રુંજય ગિરિરે મહિમા પૂછતો રે, ભાખે ઋષભજિર્ણદ. શ્રી.૨ અન્ય તીરથરે જગમાં છે ઘણુરે, સેવે તે ખટમાસ; 1 ખિણ એક શત્રુંજય જઈને રે સેવતારે, અધિકું પુણ્ય તાસ. શ્રી. ૩ નંદીશ્વરનેરે કુંડલ દ્વીપનાર, દેવ જુહારે જેહ સુણુ ભરતેશ્વર પુણ્ય તિહાં ઘણુંરે, કહ્યું નવ જાએરે તેહશ્રી. ૪ દ્વીપ રૂચકને ગજપદને વળીરે જ ખુવર્ષેરે જાય; ધાતકી ખડેરે પુષ્કર દ્વીપનારે, પ્રણયે બહુ પુન્ય થાય. શ્રી. ૫ તેથી પુણ્યરે અધિકું તેહનેરે, જુહારે મેરૂનારે દેવ સમેત શિખરને અંજન દ્વીપનારે, પ્રણમ્યું પુણ્ય બહુ હેવ શ્રી. ૬ પુણ્ય વધુ છે પ્રતિમા પૂજતાંરે, અષ્ટાપદ ગિરનાર; સિદ્ધાચળને નામે પુણ્ય હરે, તે કુણ કહેજે સંભાર. શ્રી. ૭ જળચર થળચર ખેચર પંખી આરે, સેવે શત્રુંજય સાર; ભવ ત્રીજે તે સહી સીઝશેરે, ફરી નહીં પશુ અવતાર. શ્રી. ૮ શત્રુંજય જઈનેરે સાત છઠ્ઠ કરેરે, એક અઠ્ઠમ તિડાં સાર; શ્રી નવકાર તે લાખવાં ગુણેરે, તેહને બે અવતાર. શ્રી ૯ શત્રુંજય મહિમારે સબળ પ્રકાશિયેરે, સુણતે ભરત નરિદ હરખી વાંદરે પાય પ્રણમી વરે, વિચર્યા રાષભ નિણંદ શ્રી.૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy